________________
૧૩૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ જમવા બેસતી વખતે જે સ્થિતિ હોય તે સ્થિતિ ભોજન પર્યત શરીરની રાખવાની છે. અલબત્ત ભોજન કરવા માટે હાથ-મોં હલાવ્યા સિવાય છૂટકો નથી. આથી તે હલાવવાનો નિષેધ નથી. આ પચ્ચકખાણમાં “આઉટણ પસારેણં” વિનાના સાત આગાર છે.
શંકા - એકાસણા આદિ પચ્ચકખાણમાં કાળની મર્યાદા તો જણાતી નથી. તો તેને કાળ પચ્ચખાણ કેવી રીતે સમજવા ?
સમાધાન :- એકાસણાદિ પચ્ચકખાણો પ્રાયઃ કરીને પોરિટી આદિ કાળ પચ્ચકખાણ પૂર્વક જ કરવામાં આવે છે. આથી તે કાળ પચ્ચખાણ જ છે.
છઠું આયંબિલ પચ્ચકખાણ:- તેનો મૂળ શબ્દ આચામ્યુ છે. આચાર્લી એટલે ઓસામણ. આસ્લ એટલે ખાટો રસ. તેનાથી નિવર્તવું તે આચાર્લી કે આયંબિલ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે. તે ચોખા, અડદ અને સાથવાથી થાય છે. આ ઉપરાંત બાફી ઓસાવીને સ્વાદ વિનાનું અન્ન તે પણ આચાર્લી કહેવાય છે. આમાં એકાસણાથી જુદા આઠ આગાર છે.
સાતમું ઉપવાસનું પચ્ચકખાણ - આમાં પાંચ આગાર છે. જેમાં ભોજનનું કોઈ પ્રયોજન નથી તે અભક્તાર્થ કહેવાય અર્થાત્ તે ઉપવાસ ગણાય. આગલી રાતે ચઉવિહારનું પચ્ચકખાણ કર્યું હોય અને બીજે દિવસે ઉપવાસ કરે તો તેને ચોથભક્તનું પચ્ચકખાણ અપાય. પરંતુ આગલી રાતે પચ્ચકખાણ કર્યા વિના બીજા દિવસે ઉપવાસ કરે તો તેને પચ્ચખાણમાં માત્ર “અલ્પત્તદ્ર પચ્ચખાઈ પૂર્વક જ પચ્ચકખાણ અપાય. તેમજ આગળ-પાછળના દિવસે એકાસણું કરવાપૂર્વક વચલા દિવસે ઉપવાસ કરે તેને ચોથભક્તનું પચ્ચકખાણ અપાય એવો વૃદ્ધ સંપ્રદાય છે.
આઠમું ચરિમ એટલે કે દિવસનું કે આયુષ્યનું છેલ્લું પચ્ચકખાણ :- દિવસચરિયું કે ભવચરિમં પચ્ચકખાણ કહેવાય. આમાં ચાર આગાર છે. સાધુઓને આજીવન સદાને માટે રાતે ત્રિવિધ-ત્રિવિધ ભાંગાએ ચાર આહારના ત્યાગરૂપ ચઉવિહારનું પચ્ચખાણ કરવાનું હોય છે. શ્રાવકો યથાશક્તિ ચઉવિહાર-તિવિહારનું પચ્ચકખાણ કરે છે.
નવમું પચ્ચખાણ અભિગ્રહનું છે - તેમાં ચાર આગાર કહ્યા છે. અંગૂઠી, મૂઠી, ગંઠી (ગ્રંથિ) આદિ સહિત કરવામાં આવતા બધા જ પચ્ચખાણનો (પ્રત્યાખ્યાન) આ અભિગ્રહમાં સમાવેશ થાય છે.
પ્રમાદ જીતવાની જેમની ઇચ્છા છે તેવા મહાનુભાવોએ પચ્ચકખાણ વિના એક ક્ષણ પણ રહેવું જોઈએ નહિ. તેમણે નવકારશી આદિ પચ્ચકખાણ પૂરું થતાં જ મુઢિ સહિત કે ગ્રંથિ સહિત પચ્ચકખાણ ધારી લેવું જોઈએ. વારંવાર દવા લેનાર બાળક અને રોગી પણ પચ્ચખાણ કરી શકે છે.
પચ્ચકખાણ અપ્રમાદનું કારણ છે. તેનાથી પ્રમાદ થતો નથી અને અન્ય મહાન ફળની