________________
૧૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ઉલ્લાસ અને આદરથી સુવર્ણ કમળ પર બેસાડ્યા, ત્યાં તેમણે મંગલ ધર્મદેશના આપી. એ પછી પણ અનેક ભવ્ય જીવોને પ્રતિબોધીને તેઓ મોક્ષે ગયા.”
શ્રી તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી મૌન એકાદશીનો મહિમા સાંભળી શ્રી કૃષ્ણ મહારાજા અને અન્યોએ પણ આ વ્રત અંગીકાર કર્યું.
સાર: ધર્મની આરાધના નિત્ય કરવી જોઈએ. નિત્ય થાય તો તે સર્વોત્તમ. ન જ થઈ શકે તો મૌન એકાદશીની વિધિપૂર્વક આરાધના કરવાનું તો ન જ ચૂકવું જોઈએ. જે ભવ્યજીવો વિધિપૂર્વક આ વ્રતનું ભાવપૂર્વક આરાધન કરે છે તેઓ આ લોક અને પરલોકમાં દિવ્ય અને ભવ્ય સુખો પામે છે અને કાળક્રમે મુક્તિને પણ પામે છે.
૨પર
શંકા ત્યાગો नास्ति जीवो न स्वर्गादि, भूतकार्यमिहेयते ।
इति प्रभृति शङ्कातः सम्यक्त्वं खलु पाष्यते ॥ “આ સંસારમાં જીવ જેવી કોઈ વસ્તુ નથી. સ્વર્ગ-નરકાદિ જેવું પણ વાસ્તવમાં કંઈ છે નહિ. અહીં જે છે તે માત્ર પાંચ મહાભૂત (પૃથ્વી, પાણી આદિ)નું જ કાર્ય છે. આવા પ્રકારની તત્ત્વમાં શંકા કરવાથી સમ્યકત્વનો નાશ થાય છે.”
અષાઢાચાર્યનું દષ્ટાંત અષાઢાચાર્ય વિદ્વાન આચાર્ય હતા. તેમનો શિષ્ય સમુદાય ઘણો વિશાળ હતો. સમુદાયમાં કોઈ શિષ્યનો દેહદીપ બુઝાવા લાગતો ત્યારે આ આચાર્ય તે મરણાસન શિષ્યને અંતિમ આરાધના કરાવતા, તે સમાધિ મરણ પામે તેવી તેને પ્રેરણા આપતા અને પ્રાર્થના કરતા. સાથોસાથ તે કહેતા : “હે વત્સ ! સંયમધર્મની રૂડી આરાધના તે કરી છે આથી તને દેવગતિની પ્રાપ્તિ થશે. મારી તને છેલ્લી વિનંતી છે કે તું દેવ બને ત્યાર પછી તું મને જરૂર દર્શન આપજે.
કાળક્રમે તેમના એકથી વધુ શિષ્યો કાળધર્મ પામ્યા. પરંતુ દેવગતિ પામેલો એક પણ શિષ્ય તેમને દર્શન આપવા ન આવ્યો. તેમનો અતિ હાલો અને લાડકો શિષ્ય પણ દેવરૂપે ન આવ્યો. ત્યારે તેમનું મન શંકા-કુશંકાઓથી ઘેરાઈ ગયું. તે તીવ્રપણે વિચારી રહ્યા: “દરેક શિષ્ય મને અંતિમ સમયે વચન આપ્યું હતું કે હું દેવ થઈને તમને જરૂર દર્શન આપીશ. પણ આજ સુધી કોઈએ દર્શન આપ્યાં નથી. તો શું પરલોક-સ્વર્ગાદિ નહિ હોય? નહિ જ હોય. નહીં તો શું કોઈ