________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૧૫૩ સવાર સુધીમાં તો આખી પૌષધશાળા બળીને ખાખ થઈ ગઈ. પરંતુ આ આગમાં સુવ્રતશેઠને અને તેમના પરિવારને જરાય આંચ ન આવી. એટલું જ નહિ આ પ્રચંડ આગમાં તેમની હવેલી, દુકાન, વખારો બધું અકબંધ રહ્યું. આ જોઈ-જાણીને નગરજનોએ સુવ્રતશેઠનો અને જૈનધર્મનો ભારે હર્ષનાદથી જયજયકાર કર્યો.
આમ એકચિત્તે અને ઊંચા ભાવથી અગિયાર વરસ સુધી મૌન એકાદશીની આરાધના કરી. તપની પૂર્ણાહૂતિ થતાં ભારે ધામધૂમથી તેનું ઉજમણું કર્યું. સંઘપૂજન કર્યું. સાધર્મિક વાત્સલ્ય પણ કર્યું. સાતેય ક્ષેત્રમાં મોકળા મને અને છૂટે હાથે અઢળક દ્રવ્ય ખર્યું.
એકવાર નગરમાં ચાર જ્ઞાનધારક આચાર્ય ભગવંત શ્રી વિજયશેખરસૂરિજી મહારાજ પધાર્યા. તેમની દેશના સાંભળી સુવ્રતશેઠે અગિયારે ય પત્નીઓ સાથે દીક્ષા લીધી. દીક્ષા લઈને તેમણે છ માસી, ચોમાસી ચાર ને સો અટ્ટમ અને બસો છઠ્ઠનો તપ કર્યો. દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રુતકેવળી બન્યા. તેમની અગિયાર પત્ની સાધ્વીઓએ અનશન કર્યું અને એક માસના અનશન બાદ બધી કાળધર્મ પામીને મોક્ષે સિધાવી.
- એક બીજી મૌન એકાદશીની વાત. સુવ્રત મુનિએ આ નિમિત્તે મૌનપૂર્વક ઉપવાસ કર્યો. સાથોસાથ તે સમુદાયના એક વૃદ્ધ અને બીમાર સાધુની સેવા પણ કરવા લાગ્યા.
આ સમયે એક દેવતાએ સુવ્રત મુનિના મૌનની પરીક્ષા કરવા બીમાર સાધુના શરીરમાં પ્રવેશ કર્યો. તેણે સાધુને અસહ્ય વેદના ઉપજાવી. તેમના શરીરમાં રહેલા દેવે કહ્યું : “હે સુવ્રત મુનિ ! મારાથી આ વેદના જરાય સહન થતી નથી. તમે અત્યારે જ શ્રાવકના ઘરે જઈને મારી સારવાર માટે કોઈ કુશળ વૈદ્યને બોલાવી લાવો.”
સુવ્રત મુનિ વિચારમાં પડી ગયા. રાતનો સમય છે. મુનિથી રાતના ક્યાંય ઉપાશ્રય બહાર જવાય નહિ. વળી મારે આજે મૌન છે. શું કરું? ત્યાં જ બીમાર સાધુ ગુસ્સાથી બોલ્યા: “ગીતાર્થ સાધુ થયા છો અને અવસરની ગંભીરતાથી કંઈ તમને સમજણ પડે છે કે નહિ. જાવ જલદી વૈદરાજને બોલાવી લાવો.”
તો ય સુવ્રત મુનિ ત્યાંથી ખસ્યા નહિ. કંઈ બોલ્યા પણ નહિ. આથી બીમાર સાધુ તેમને ઓઘાથી મારવા લાગ્યા. સુવ્રત મુનિ શાંતિથી માર સહન કરતા રહ્યા અને પોતાને નિંદતા રહ્યા : “આ મુનિ તો નિર્દોષ છે. અપરાધ મારો છે કે તેમના કહેવા પ્રમાણે તેમની હું સારવાર કરી શકતો નથી...” આમ શુભ ધ્યાનમાં તે મારને સમભાવથી સહન કરતા કહ્યા. આ જોઈ દેવ ધર્મમાં આસ્થાવાળો થયો અને મુનિનું શરીર છોડીને પોતાના સ્થાને ચાલ્યો ગયો. આથી મુનિ શાંતિથી સંથારામાં સૂતા રહ્યા. તેમને તો શું બન્યું તેની ખબર પણ ન પડી.
ત્યાં ઉત્કૃષ્ટ શુભ ધ્યાનના પ્રભાવથી સુવ્રત મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, દેવોએ તેમને