________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ તેં ભાવથી વસ્ત્રો પણ વહોરાવ્યાં. પણ પછી તને થયું કે “અરે ! મેં આ ખોટું કર્યું. સાધુઓએ તો એવાં બરછટ, જાડાં ને મેલાં કપડાં જ પહેરવાં જોઈએ. સારાં વસ્ત્રો પહેરવાથી તેમની ચિત્તવૃત્તિઓ ઉશ્કેરાય.”
આમ હે ધનદત્ત ! તેં શુભ કર્મ પણ બાંધ્યું અને સાથોસાથ ખરાબ વિચારો કરીને અશુભ કર્મ પણ બાંધ્યું. આયુષ્ય પૂર્ણ થતાં મરીને તું ભવનપતિ દેવ થયો. દેવભવનું આયુષ્ય ભોગવીને ત્યાંથી ચ્યવીને તું ધનદત્ત થયો છે.
પૂર્વભવમાં તે એકથી વધુ શુભ કર્મો કર્યા હતાં, પરંતુ તેમાં તે શંકા કરી. અફસોસ કર્યો. આથી તેના ફળસ્વરૂપે આ ભવમાં તને જેટલું સુખ મળ્યું તેટલું દુઃખ પણ મળ્યું.
ધનદત્તને આ સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે સાક્ષાત્ પોતાનો પૂર્વભવ જોયો અને જાણ્યો. આથી તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો. સૌની આજ્ઞા અને અનુમતિ મેળવીને તેણે દીક્ષા લીધી. સંયમધર્મનું ઉત્કૃષ્ટ પાલન કર્યું. સમાધિ મરણ પામી તે વૈમાનિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં અવતર્યા અને ત્યાં પણ ધર્મનું ઉત્કૃષ્ટ આરાધન કરીને કાળક્રમે મુક્તિ પામ્યા.
આ દષ્ટાંતથી ભવ્યજીવોએ બોધપાઠ લેવાનો કે “નાની પણ ધર્મકરણી ચડતા ભાવથી કરવી. ઊંચા ભાવ સતત જાળવી રાખવા. ધર્મકાર્યમાં પરિણામની શંકા કરવી નહિ. શુભ ખર્ચ કર્યા પછી પસ્તાવો કરવો નહિ. હંમેશાં શુભ, શુદ્ધ ને ઊંચા વિચારો અને કાર્યો કરવાં.
O
૨પ૧
મૌન એકાદશીનો મહિમા प्रणम्य श्रीमद्वामेयं, पार्श्वयक्षादिपूजितम् ।
महात्म्यं स्तौमि श्री-मौनैकादश्या गद्यपद्यभृत् ॥ પાર્થયક્ષ આદિ દેવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજાયેલા વામાનંદન શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને, હું શ્રી મૌન એકાદશીના મહિમાનું ગદ્ય અને પદ્યમાં ગાન કરું છું (સ્તવું છું.”
ભગવાન શ્રી નેમિનાથ દ્વારિકાનગરીમાં પધાર્યા. વનપાલકે શ્રી કૃષ્ણ મહારાજાને વધામણી આપી. તેમણે વનપાલકને વધામણી આપવા માટે ઉચિત દાન આપ્યું અને વિના વિલંબે પ્રભુની પર્ષદામાં પહોંચી ગયા. ભાવપૂર્વક તેમણે પ્રભુને વંદના કરી અને પ્રભુની ધર્મદેશના સાંભળવા ઉચિત જગાએ બેઠા, પ્રભુ બોલ્યા:
एगदिने जे देवा चवंति तेसिं पि माणुसा थोवा । कत्तो य मे मणुअभवो, इति सुखरो दुहिओ ॥