________________
૧૩૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ સ્વભાવ છે. આથી તેનું સેવન કરનાર મરીને અંતે દુર્ગતિમાં જાય છે.) આથી ભવભીરૂજનોએ અનિવાર્ય પ્રયોજન સિવાય વિગઈના ઉપયોગનો ત્યાગ કરવો જોઈએ.
પચ્ચખાણનાં ફળ નરકના જીવો અનિચ્છાએ ન છૂટકે વિવિધ દુઃખો સહન કરીને એકસો વરસમાં જેટલાં કર્મનો ક્ષય કરે છે તેટલાં કર્મોનો ક્ષય માત્ર નવકારશીનું પચ્ચખાણ કરવાથી થાય છે.
તેવી જ રીતે પોરિસીનું પચ્ચકખાણ કરવાથી એક હજાર વર્ષનાં, સાઢપોરિસીનું પચ્ચકખાણ કરવાથી જીવાત્મા દસ હજાર વરસનાં અશુભ કર્મનો ક્ષય કરે છે.
નરકમાં રહેલ જીવાત્મા ભૂખ, તરસ અને ક્ષેત્ર આદિની પૂર્વે બાંધેલા નિકાચિત કર્મજન્ય વેદના એક લાખ વર્ષ સુધી સહન કરીને જ કર્મ ખપાવે છે. તેટલા અશુભ કર્મનો ક્ષય માત્ર પુરિમુઠ્ઠના પચ્ચકખાણ કરવાથી થાય છે. આમ ઉત્તરોત્તર વધતાં પચ્ચકખાણથી દશ-દશગણું પાપકર્મ ખપે છે.
' અર્થાત એકાસણાથી દશ લાખ વર્ષનાં, નિવથી એક કરોડ વર્ષનાં, એકલઠાણાથી દશ કરોડ વર્ષનાં, આયંબિલથી સો કરોડ વર્ષનાં, ઉપવાસથી દસ હજાર કરોડ વર્ષનાં, છઠ્ઠથી લાખ કરોડ વર્ષનાં અને અઢમથી દશ લાખ કરોડ વર્ષનાં અશુભ કર્મોનો નાશ થાય છે. આમ પચ્ચખાણ કરવાનું આવું ઉત્તમ અને ઉત્કૃષ્ટ ફળ જાણીને પોતે પચ્ચખાણ કરવું, બીજાને પણ કરાવવું.
શ્રીયકનું દર્શત કામવિજેતા સ્થૂલિભદ્ર મુનિનું નામ વંદનીય અને વિખ્યાત છે. તેમને એક સંસારી ભાઈ હતો. નામ તેનું શ્રીયક. પિતા શકહાલના મૃત્યુ બાદ તે મંત્રી બન્યો. પણ રાજ ખટપટથી વૈરાગ્ય પામીને તેણે પણ દીક્ષા લીધી.
શ્રીયક મુનિધર્મનું સુંદર પાલન કરતા. પરંતુ તેમનાથી તપ થઈ શકતો નહિ. ત્યાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવ્યાં. વાતવાતમાં તેમની સાધ્વી બહેન યક્ષાએ તેમને કહ્યું “આ મહાન પર્વમાં તો તમારે થોડુંક વિશેષ તપ અવશ્ય કરવું જોઈએ.”
શ્રીયક મુનિએ શરમાઈને પોરિસીનું પચ્ચકખાણ લીધું. પારવાનો સમય થયો. બહેન સાધ્વીએ પ્રેરણા આપતાં કહ્યું: “જુઓ ! તમે પોરિસીનું પચ્ચકખાણ તો કર્યું. હવે તેને પારવાને બદલે પુરિમુઠનું પચ્ચકખાણ કરો.” આમ પ્રેરણા પામી પામીને શ્રીયક મુનિએ આખા દિવસનો ઉપવાસ ખેંચી કાઢ્યો.
સાધ્વી બહેનના પ્રેમાળ અને વિમળ આગ્રહથી તેમણે ઉપવાસ તો કર્યો. પરંતુ તેમનું નાજુક શરીર ભૂખ સહન ન કરી શક્યું. રાતના તેમને ભૂખ ખૂબ જ સતાવી રહી. છતાંય તેમણે