________________
૧૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રાપ્તિ થાય છે. માંસ-મદિરામાં લુબ્ધ કુવિંદ નામના વણકરે માત્ર એક જ વાર ગ્રંથિ સહિતનું પચ્ચકખાણ કર્યું તો તેના પ્રભાવથી તે મરીને કપર્દી નામનો મહાયક્ષ બન્યો.
કુર્વિદ વણકરનું દષ્ટાંત વિહાર કરતાં-કરતાં પૂર્વધર વજસ્વામી વિશાળ શિષ્ય સમુદાય સહિત ક્ષિતિપુર નગરમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળવા આખું ગામ ઊમટ્યું. કુર્વિદ નામનો વણકર પણ તેમની પર્ષદામાં આવીને બેઠો, પૂજ્યશ્રીએ ફરમાવ્યું
जे निच्चमप्पत्ता गंठि बंधंति गंठिसहियस्स ।
सग्गापवग्सुखं तेहिं निबद्धं सगंठिमि ॥ જે અપ્રમાદી માણસો હંમેશાં ગંઠશીના પચ્ચકખાણ સહિત ગાંઠ બાંધે છે તેવા માણસો જાણે કે એ ગાંઠમાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ પણ બાંધી લે છે.
भविउण नमुक्कारं निच्चं विस्सरणवज्जियं धन्ना ।
पारंति गंठिसहियं गंठिसह कम्मगंठिवी ॥ જે ધન્ય જીવો કાળજીપૂર્વક યાદ રાખીને નવકાર ગણીને ગંઠશી પચ્ચકખાણની ગાંઠ છોડે છે (પારે છે) તેઓ તે સાથે કર્મની ગાંઠ પણ છોડી નાંખે છે.
રાતના ચારેય આહારનો ત્યાગ કરે. દિવસે એક જ સ્થાનમાં જમીને મુખશુદ્ધિ કરી ગંઠશીનું પચ્ચકખાણ કરીને જે મહાનુભાવ એકવાર જમે તો તેને મહિનામાં ઓગણત્રીશ. નિર્જળા ઉપવાસનું અને જો બે વાર જમે તો અઠ્ઠાવીશ ઉપવાસ કર્યાનું ફળ મળે છે એવું જ્ઞાનવૃદ્ધોનું કહેવું છે.
આનું ગણિત આ પ્રમાણે છે : ભોજન-પાણી-મુખવાસ વાપરતાં પ્રાયઃ બે ઘડી થાય. રોજની બે ઘડી એટલે મહિનાની કુલ સાઠ ઘડી થઈ. સાઠ ઘડીનો એક દિવસ. આમ મહિનામાં એક આખો દિવસ ખાવા-પીવા પાછળ ખર્ચાઈ જાય છે. ગંઠશીનું પચ્ચખાણ કરે તો તેને ૨૯ દિવસના ઉપવાસ થયા ગણાય. એ જ પ્રમાણે બે વાર ખાય-પીએ તો રોજની ચાર ઘડી તેમાં જાય. મતલબ કે મહિનાના આખા બે દિવસ ખાવા-પીવામાં ખર્ચાય. હવે જો પચ્ચકખાણ કરવામાં આવે તો બે વાર જમનારને ૨૮ દિવસના ઉપવાસ થાય.
વણકર મુવિંદને આ વાત જરી ગઈ. તેને થયું કે માંસ-મદિરાની લત હું છોડી શકું તેમ નથી. પરંતુ પૂજ્યશ્રી કહે છે તેવું પચ્ચકખાણ તો મારાથી જરૂર થઈ શકે. આથી તેણે ગંઠશી પચ્ચકખાણનો નિયમ લીધો. આયુષ્ય પૂરું થતાં તે મૃત્યુ પામીને કપર્દી યક્ષ બન્યો.
આ સમયમાં વજસ્વામીજી શ્રી ચતુર્વિધ સંઘ સાથે શ્રી સિદ્ધગિરિ (શત્રુંજય-પાલીતાણા)ની