________________
૧૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૪૯ પ્રત્યાખ્યાનના દસ પ્રકારો प्रत्याख्यानं द्विधा प्रोक्तं, मूलोत्तरगुणात्मकम् ।
द्वितीयं दशधा ज्ञेयं, अनागतादिभेदकम् ॥ મૂળગુણાત્મક અને ઉત્તરગુણાત્મક એમ બે પ્રકારે પચ્ચકખાણ કહ્યાં છે. તેમાં ઉત્તરગુણાત્મક પ્રત્યાખ્યાન “અનાગત પ્રત્યાખ્યાન” આદિ દસ પ્રકારનું છે.”
પ્રતિ એટલે આત્માને પ્રતિકૂળ એવી અવિરતિરૂપી પ્રવૃત્તિ. તેનું આખ્યાન એટલે કથન. તાત્પર્ય વિરતિનું નામ પ્રત્યાખ્યાન છે. તેના બે ભેદ છે : ૧. મૂળગુણપ્રત્યાખ્યાન, ૨. ઉત્તરગુણપ્રત્યાખ્યાન.
મૂળગુણપ્રત્યાખ્યાન એટલે સાધુના માટે અહિંસા આદિ પાંચ મહાવ્રત અને શ્રાવક માટે તે પાંચ અણુવ્રત. ઉત્તરગુણપ્રત્યાખ્યાન એટલે સાધુ-સાધ્વીએ આહારગ્રહણાદિ દિનચર્યામાં પાળવા માટેના નિયમો (પિંડ વિશુદ્ધિ), શ્રાવકો માટે તે ગુણ વ્રતાદિ છે.
શિષ્ય વિનયપૂર્વક-ઉપયોગપૂર્વક ગુરુ મહારાજના વચનાનુસારે પ્રત્યાખ્યાન અંગીકાર કરવા જોઈએ. આ લેવાના ચાર ભાંગા છે.
૧. શિષ્ય પોતે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જાણતો હોય અને એના જાણકાર ગુરુ મહારાજ પાસે તે પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) લે.
૨. ગુરુ જ્ઞાતા હોય અને શિષ્ય તેનાથી અજાણ હોય. ૩. શિષ્ય જ્ઞાતા હોય અને ગુરુ અજાણ હોય. ૪. ગુરુ પણ તેનાથી અજાણ હોય અને શિષ્ય પણ અજાણ હોય.
આ ચાર ભાંગામાંથી પ્રથમ ભાંગો સંપૂર્ણ શુદ્ધ છે. બીજો સંપૂર્ણ શુદ્ધ ત્યારે કહેવાય કે ગુરુ મહારાજ અજાણ શિષ્યને પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજાવીને પછી તેને પ્રત્યાખ્યાન કરાવે. એમ ન થાય તો એ ભાંગો અશુદ્ધ ગણાય. ત્રીજો ભાંગો પણ અશુદ્ધ છે. છતાંય તેવા જાણકાર ગુરુ ન મળે તો ગુરુના બહુમાનપૂર્વક વડીલ પાસે કે છેવટે શિષ્ય આદિ અજાણને પણ સાક્ષી રાખીને પ્રત્યાખ્યાન લેવું. શિષ્ય જાણકાર હોવાથી ત્રીજો ભાંગો શુદ્ધ છે. છેલ્લો ચોથો ભાંગો તો સાવ જ અશુદ્ધ છે.
ઉત્તર-ગુણ પ્રત્યાખ્યાનના ભેદ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે :- ૧. અનાગત, ૨. અતિક્રાન્ત,