________________
૧૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ પચ્ચક્ખાણ લીધું. તેનો સમય થઈ ગયો, પરંતુ ભોજન હજી તૈયાર થયું નથી. ત્યારે હજી વધુ સમય પચ્ચક્ખાણ રાખવું ઉચિત છે એમ સમજી સમય લંબાવે અને હું મુઠ્ઠીમાં અંગૂઠો રાખી નવકાર ગણીને મુઠ્ઠી છૂટી કરીને જમું અથવા અમુક ન કરું. અમુક ન થાય ત્યાં સુધી ન જમું આવો નિયમ કરવો તેને સંકેત પચ્ચક્ખાણ કહેવાય. અભિગ્રહ કર્યો હોય તો તે પણ સંકેત પચ્ચક્ખાણ
ગણાય.
(૧૦) અન્ના પચ્ચક્ખાણ એટલે મુહૂર્ત, ઘડી, પ્રહર આદિ કાળનો જેમાં નિયમ કરવામાં આવે તે. આનું વિશદ વર્ણન ૨૪૮ મા પ્રકરણમાં આપી દેવાયું છે.
પચ્ચક્ખાણ કોઈપણ પ્રકારનું લીધું હોય તેનું જતનપૂર્વક પાલન કરવું જરૂરી છે.
દામજ્ઞકનું દૃષ્ટાંત
હસ્તિનાપુરમાં સુનંદ અને જિનદાસ બન્ને ગાઢ મિત્રો હતા. સુનંદ વ્યસની હતો. માંસ અને મદિરાનો તે આદતવાળો હતો. જિનદાસ નિર્વ્યસની અને ધર્મિષ્ઠ શ્રાવક હતો. સુનંદને તે અવારનવાર વ્યસન’છોડવા સમજાવતો અને પચ્ચક્ખાણનો મહિમા કહેતો. એક દિવસ જિનદાસ સુનંદને જ્ઞાની ગુરુ મહારાજ પાસે લઈ ગયો. તેમના જ્ઞાન, તપ અને ચારિત્ર્યના પ્રભાવથી સુનંદને પચ્ચક્ખાણ લેવાના ભાવ થયા. તેણે માંસ, મદિરાના ત્યાગનાં પચ્ચક્ખાણ લીધાં.
થોડા સમય બાદ નગરમાં ભારે દુકાળ પડ્યો. અનાજનાં દર્શન દુર્લભ બન્યાં. સુનંદના ઘરમાં પણ દુકાળના ઓળા ઊતર્યા. હતું તે અનાજ બધું ખૂટી ગયું. હવે ખાવું શું ? ઘરના માણસો સુનંદને માછલાં પકડી લાવવા માટે આગ્રહ કરવા લાગ્યા. પોતે પચ્ચક્ખાણ લીધું હોવાથી સુનંદ તેની સતત ના પાડતો રહ્યો.
છેવટે સૌની હઠ અને જીદને પરવશ બની સુનંદ તળાવમાં માછલાં પકડવા ગયો. તેણે જાળ નાંખી. માછલાં જાળમાં ફસાયાં, તેમને તરફડતાં જોઈને સુનંદનું હૈયું રડી ઊઠ્યું. ‘અરેરે ! આ બિચારા જીવોને તરફડાવીને મારી નાંખવાના અને પછી તેમનાં મડદાંને ખાવાનાં ? ધિક્કાર છે મને !' આમ વિચારીને તેણે માછલાંને પાછા પાણીમાં છોડી મૂક્યાં અને ઘરે આવીને મક્કમતાથી કહ્યું : ‘નહિ, મારાથી આવું પાપ નહિ થઈ શકે.'
આ પછી દામન્નક નગર છોડીને જંગલ તરફ ગયો. ત્યાં તેણે ઊંચા ભાવથી સમજપૂર્વક ચારેય આહારનો ત્યાગ કર્યો. અનશન કર્યું. ભૂખની વેદનાને તેણે શાંતિથી સહન કરી અને મૃત્યુ પામીને તેનો જીવ રાજગૃહીના શેઠ મણિકારને ત્યાં પુત્રરૂપે અવતર્યો. સૌએ તેનું વાજતે ગાજતે ‘દામન્નક’ નામ પાડ્યું.
દામન્તક આઠ વરસનો થયો. ત્યારે નગરમાં મહામારીનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. લોકો ટપોટપ મરવા લાગ્યા. દામન્તક સિવાય તેના કુટુંબના બધા જ સભ્યો આ રોગમાં સ્વાહા