________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૪૫
સમુદ્રમાં ડૂબકાં ખાતાં-ખાતાં પણ ધનદત્ત પેલી ગાથાનું મનન કરતો રહ્યો. કોઈને પણ દોષ આપ્યા વિના આ ભીષણ દુ:ખમાં પણ હિંમત રાખતો રહ્યો. ધનદત્ત જીવ બચાવવા પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યાં જ કોઈ મગરમચ્છ તેને ગળી ગયો.
બે ચાર દિવસે કોઈ માછીમારની જાળમાં આ મગરમચ્છ ફસાઈ ગયો, માછીમારે તેને ઘરે લાવીને ચીર્યો. તેમાંથી ધનદત્તનું બેભાન શરીર બહાર નીકળ્યું. ઉપચાર કરીને તેને ભાનમાં લાવ્યો. માછીમારે એને રાજાને સોંપી દીધો. રાજાએ તેની બધી વાત જાણીને તેને પોતાને ત્યાં રાખી લીધો અને રાજસભામાં આવતા મહાનુભાવોની આગતા-સ્વાગતા વગેરે કરવાનું કામ સોંપ્યું. મત્સ્યના પેટમાંથી તે જીવતો બચ્યો હોવાથી તેનું નામ અહીં મત્સ્યોદર તરીકે પ્રચલિત થયું.
સમય સરતો ગયો. એક વખત રાજસભામાં એક વેપારી આવ્યો. મોદરે તેનું સ્વાગત કર્યું. તેને જોઈને વેપારી ચિંતામાં પડી ગયો. આ એ જ વેપારી હતો કે જેણે ધનદત્તને કૂવામાં ધકેલી દીધો હતો. રાજાને ત્યાં તેને જોઈને એ ગભરાઈ ગયો. આથી તેને મારી નાંખવા કાવત્રું કર્યું, ચાંડાળને પૈસા આપીને કહ્યું : “રાજાને ત્યાં જઈને તારે કહેવાનું કે આ મત્સ્યોદર તો મારો સગો ભાઈ છે. તેથી ચાંડાળ જાણીને રાજા તેને જરૂર મારી નાંખશે. આમ જો બનશે તો હું તને સોનાની આખી એક ઈંટ આપીશ.”
:
ચાંડાળ અને તેના સગાંઓ રાજસભામાં ગયાં. શીખવ્યા પ્રમાણે તેમણે મત્સ્યોદ૨ને જોઈને રોકકળ કરી મૂકી. કોઈએ કહ્યું : ‘અરે આ તો મારો દિયર છે.' કોઈએ કહ્યું : ‘અરે ! આ તો મારો પુત્ર છે. આ તો મારો ધણી છે.’ આ સાંભળી કાચા કાનના રાજાએ મત્સ્યોદ૨ને જો૨થી તતડાવ્યો : “દુષ્ટ ! ચાંડાળ ! મને છેતરી ગયો તું ? હવે તો હું તને જીવતો નહિ છોડું.”
ધનદત્તે પૂરી સ્વસ્થતા અને વિનયથી કહ્યું : ‘હે ઉપકારી રાજન્ ! મેં આપને જરાય છતેર્યા નથી. આપને મેં જે મારી વાત કહી હતી તેમાં હું કશું જ જૂઠું બોલ્યો નથી. સાચી વાત આ છે કે પેલો વેપારી મને ઓળખી ગયો છે. મારું ધન એની પાસે છે. મારી પાસે તેમાંથી પાંચ રત્ન બચ્યાં છે. જુઓ તે આ રહ્યાં રત્ન.’
રાજાએ આથી ચાંડાળને ધમકાવ્યો, મરાવ્યો. પ્રાણના ભયથી તેણે વેપા૨ી સાથે થયેલી બધી સાચેસાચી વાત કહી દીધી. રાજાએ તરત જ વેપા૨ીને બોલાવ્યો. તેણે મત્સ્યોદરને ઓળખવાનો ધરાર ઇન્કાર કર્યો અને ફરી-ફરીને કહ્યું કે “એ બધી સોનાની ઈંટો મારી માલિકીની જ છે. આ મત્સ્યોદર સાવ જૂઠું બોલે છે.”
ધનદત્ત : “હે રાજન્ ! મારી આપને વિનંતી છે કે આપ એ સોનાની ઈંટોમાંથી એક ઈંટ અહીં મંગાવો. એ ઈંટ બતાવીને હું આપને ખાતરી કરાવી આપીશ કે એ બધી ઈંટો મારી માલિકીની છે.”
રાજાના હુકમથી વેપારીએ સોનાની ઈંટ આપી. ધનદત્તે તેને તોડીને તેમાં અંદર લખેલું