________________
m
iro
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથભાગ-૪ . ૩. કોટિસહિત, ૪. નિયંત્રિત, ૫. આગાર રહિત, ૬. સાગાર, ૭. નિરવશેષ, ૮. પરિણામકૃત, ૯. સંકેત અને ૧૦. અદ્ધા.
(૧) પર્યુષણાદિ પર્વમાં અઠ્ઠમ આદિ તપ કરવો આવશ્યક છે. પરંતુ આ પર્વના દિવસોમાં કોઈ બીમાર-વૃદ્ધ આદિ સાધુની સેવા-સુશ્રુષા (વૈયાવચ્ચ) કરવામાં અંતરાય ઊભો થવાની સંભાવના જણાતી હોય તો તે પર્વકૃત તપ પર્વના દિવસો અગાઉ પણ કરી શકાય. આવું કરેલું તપ અનાગત તપ કહેવાય છે.
(૨) ઉપરોક્ત કે અન્ય કારણવશ પર્વના દિવસોમાં પર્વકૃતતપ ન થઈ શક્યું હોય અને એ તપ પર્વના દિવસો પછી કરવામાં આવે તે અતિક્રાન્ત તપ કહેવાય.
(૩) પહેલા દિવસે સવારમાં ઉપવાસનું પચ્ચખાણ લઈ ઉપવાસ કરવામાં આવે અને બીજા દિવસે સવારે પણ ઉપવાસનું પચ્ચકખાણ લેવાય તે કોટિસહિત (બે ઉપવાસથી કોટિ મળવાથી) પચ્ચકખાણ કહેવાય. તે જ પ્રમાણે તપ ઉપર બીજા દિવસે પારણાં પૂર્વે આયંબિલ આદિના પચ્ચકખાણ પણ કોટિસહિત પચ્ચખાણમાં ગણાય.
(૪) “અમુક દિવસે કે તિથિએ ઉપવાસ કરીશ” આવો નિશ્ચય કર્યા પછી તે દિવસે કે તિથિએ કોઈપણ ભોગે (રોગ કે અન્ય કારણોની ચિંતા-પરવા કર્યા વિના) ઉપવાસ કરવામાં આવે તે નિયંત્રિત પચ્ચખાણ કહેવાય. આવું તપ હાલમાં થતું નથી. અગાઉ ચૌદપૂર્વી કે પ્રથમ સંઘયણવાળા કરતા.
(૫) “મહત્તરાગારેણં” આદિ આગાર રહિત પચ્ચકખાણ કરવું તે અનાગાર પચ્ચકખાણ કહેવાય. આમાં પણ અનાભોગ અને સહસાકાર આગાર તો આવે જ. કારણ કે કોઈવાર અજાણતાં કે ઉતાવળે મોઢામાં આંગળાં કે તણખલું આદિ નંખાઈ જાય અથવા અચાનક કંઈ મોંમાં પડે.
(૬) મહત્તરાદિ આગાર સાથે જે પચ્ચક્ખાણ કરવામાં આવે તે સાગાર પચ્ચકખાણ કહેવાય. આમાં સંઘનું કોઈ મહાન કામ આવી પડતાં ગુરુ મહારાજની આજ્ઞાથી પચ્ચખાણના સમય અગાઉ જ ભોજન કરવું પડે તો તેથી પચ્ચખાણનો ભંગ થતો નથી.
(૭) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચકખાણ કહેવાય. અશન એટલે રોટલી-લાડુ આદિ ભોજન. પાન એટલે પીણાં. ખાદિમ એટલે ફળ-ધાણી આદિ. સ્વાદિમ એટલે તજ, લવિંગ, એલચી વગેરે મુખવાસ. આ ચારેયનો ત્યાગ કરવો તે નિરવશેષ પચ્ચકખાણ છે.
(૮) કોળિયા, આહાર કે ગોચરી માટે ઘરનું પરિમાણ (સંખ્યા) નક્કી કરવું તે પરિમાણકૃત પચ્ચખાણ કહેવાય. આમાં ધારેલા નિયમથી વધુ સંખ્યામાં વપરાય નહિ.
(૯) ચિહ્ન સહિત જે પચ્ચખાણ કરાય તે સંકેત પચ્ચકખાણ. દા.ત. કોઈએ પોરિસીનું