________________
૧૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ પ્રશ્ન:- તો એક જ મુહૂર્ત શા માટે માનવું? બે તે કેથી વધુ મુહૂર્ત કેમ ન ગણવાં?
ઉત્તર :- નવકારશીના માત્ર બે જ આગાર છે. જ્યારે પોરિસીના આગાર છ છે. આથી નવકારશીનો ઘણો થોડો કાળ સમજી શકાય તેમ છે અને તે એક મુહૂર્ત (બે ઘડી)નો ગણવો જ ઉચિત છે. બીજું નવકારશીનું પચ્ચકખાણ નવકાર સહિતનું હોવાથી મુહૂર્ત કાળ વીત્યા પછી પણ નવકાર ગણ્યા વિના તે પૂર્ણ થતું નથી. તેવી જ રીતે કાળ પૂરો થયા અગાઉ જ નવકાર ગણીને પચ્ચકખાણ પારવામાં આવે તો તે પચ્ચકખાણ પૂરું ન થયું ગણાય. એમ કરવાથી તેનો ભંગ થાય છે.
પ્રશ્ન - તો પછી પ્રથમ મુહૂર્ત જ લેવું અને બીજું કે ત્રીજું ન લેવું એવું શા માટે ?
ઉત્તર :- પોરિસીના પચ્ચખાણમાં જેમ “ઉગ્ગએ સૂર' નો પાઠ છે તેમ નવકારશીના પાઠમાં પણ “ઉગ્ગએ સૂર' નો પાઠ છે. આથી આ પચ્ચકખાણ પણ સૂર્યોદયથી જ ગણવાનું છે.
આ નવકારશી, પોરિસી આદિ કાળ (અદ્ધા) પચ્ચકખાણ સૂર્યોદય થતાં પહેલાં જ ધારવાં જોઈએ. લેવાં જોઈએ. તો જ તે બધાં શુદ્ધ ગણાય. બીજા પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. સૂર્યોદય અગાઉ નવકારશીનું પચ્ચખાણ કર્યું હોય તો તે પચ્ચકખાણ સમય આવતાં પોરિસી આદિના આગળના પચ્ચકખાણ કરી શકાય છે. પરંતુ નવકારશી આદિ ધાર્યા ન હોય અને સૂર્યોદય પછી પોરિસી આદિ પચ્ચકખાણ કરવામાં આવે તો તે અશુદ્ધ કહેવાય છે. તેમજ સૂર્યોદય પૂર્વે પોરિટી આદિ પચ્ચકખાણ કર્યું હોય પણ નવકારશીનું ન કર્યું હોય તો તે પોરિસી આદિ પચ્ચખાણ પૂરું થયા પૂર્વે કોઈ પચ્ચકખાણ થઈ શકે નહિ. ,
નવકારશીનું પચ્ચકખાણ રાત્રિભોજનના ત્યાગના નિયમ રૂપ છે. આથી રાતે તિવિહાર કે ચોવિહાર કરનારને આ પચ્ચકખાણ કરવાનું મન થાય છે.
બીજું પોરિસીનું પચ્ચકખાણ - સૂર્યોદય પછી એક પ્રહર સુધીનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે “પુરુષના શરીર જેવડી છાયા થાય ત્યારે પોરિટી પૂર્ણ થાય.” આ પચ્ચક્ખાણમાં છ આગાર કહ્યા છે. તેવી જ રીતે સાર્ધ (દોઢ) પોરિસી પચ્ચકખાણમાં પણ જાણવું. કેમ કે એનો સમાવેશ પણ તેમાં થાય છે.
ત્રીજું પુરિમુઠનું પચ્ચકખાણ - દિવસના આગલા બે પ્રહર સુધીનું હોય છે. તેમાં સાત આગાર છે. સૂર્યોદય પૂર્વે નવકારશીનું પચ્ચખાણ ધાર્યું ન હોય તો પણ પુરિમુઠનું પચ્ચકખાણ લઈ શકાય છે. અવઢનું પચ્ચખાણ પણ પુરિમુઢની જેમ ત્રણ પ્રહરનું જાણવું.
ચોથું એકાસણાનું પચ્ચકખાણ :- એટલે દિવસમાં એક જ ટેક ભોજન કરવું અથવા એક જ આસને બેસીને એક જ વાર ભોજન કરવું. તેમાં આઠ આગાર છે.
પાંચમું એકલઠાણું પચ્ચકખાણ :- એ એકાસણા જેવું જ છે. તેમાં વિશેષતા આ છે કે