________________
૧૨૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
આ દષ્ટાંતમાંથી સાધુ અને શ્રાવક બન્નેએ બોધપાઠ લેવાનો છે. સાધુએ લોભ અને લાલસાથી આહાર ગ્રહણ કરવો ન જોઈએ. લોભપિંડનો તેમણે સદા સર્વથા ત્યાગ કરવો જોઈએ.
ગૃહસ્થ શ્રાવકોએ સાધુના દેખીતા શિથિલાચાર જોઈને તેમની ધૃણા કે તિરસ્કાર ન કરવા જોઈએ. એવા શિથિલાચારી સાધુઓની મનની દુર્બળતાને સમજવાનો પ્રેમથી પ્રયત્ન કરવો જોઈએ અને સાધનો અનાદર ન થાય તેમ તેમને પુનઃ સન્માર્ગમાં સુસ્થાપિત કરવા જોઈએ.
૨૪૮ અદ્ધા પચ્ચખાણના ભેદ અને ફળ प्रत्याख्यानानि दिग्भेदे, कालिकानि प्रचक्ष्यते ।
प्रत्याख्यानं प्रतीत्यैकं, वर्द्धमानफलं भवेत् ॥ પચ્ચકખાણના મુખ્ય દસ પ્રકાર છે. તેમાંના એક પ્રકારનું નામ અદ્ધા (કાળ) પચ્ચકખાણ છે. તેના પણ દસ પ્રકાર છે અને તે દરેક પચ્ચકખાણ વધુ ને વધુ ફળદાયી છે.” - પચ્ચકખાણ ભાષ્યમાં અદ્ધા પચ્ચક્ખાણના પ્રકાર આ પ્રમાણે ગણાવ્યા છે. ૧. નવકારશી, ૨. પોરસી, ૩. પુરિમુઢ, ૪. એકાસણું, ૫. એકલઠાણું, ૬. આયંબિલ, ૭. ઉપવાસ, ૮. દિવસચરિમ, ૯. અભિગ્રહ અને ૧૦. વિગઈ-ત્યાગ.
પ્રથમ નવકારશીના પચ્ચકખાણના ભંગના દેષને ટાળવા માટે અનાભોગ (અજાણતાં કંઈ મોંમાં મુકાઈ જાય) અને સહસાત્કાર (અકસ્માત એની મેળે કંઈ મોંમાં આવી પડે) આ બે આગાર
જાણવા.
શંકા - નવકારશીના પચ્ચકખાણમાં કાળનું કોઈ પ્રમાણ જણાવ્યું ન હોવાથી તેને કાળનું પચ્ચકખાણ કેવી રીતે કહી શકાય? એને તો તેથી સંકેત પચ્ચખાણ ગણવું જોઈએ.
સમાધાન - નવકાર સહિત આ પદમાં સહિત એ વિશેષણ હોવાથી વિશેષ તરીકે તે કાળની સમજ આપે છે.
પ્રશ્ન:- અહીં મુહૂર્ત શબ્દ વિશેષ્ય તરીકે વપરાયો નથી. તો પછી તેનો સ્વીકાર કેમ થઈ શકે? આકાશપુષ્પ છે જ નહિ તો પછી તે પુષ્પ સુગંધી, સુંદર વગેરે છે એવું વિશેષણ તેને કેવી રીતે લગાડી શકાય ?
ઉત્તર :- કાળ પચ્ચકખાણમાં પ્રથમ નવકારશીનું પચ્ચકખાણ છે. તે પછી બીજા નંબરે પોરિસીનું પચ્ચકખાણ છે. આમ પહેલા અને બીજા પચ્ચખાણ વચ્ચેનો કાળ એક મુહૂર્ત (બે ઘડી) રહે છે. આથી મુહૂર્ત શબ્દ વિશેષ્ય તરીકે ઉચિત અને યોગ્ય છે.