________________
૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ છે. નહિ તો લગ્ન કરીને સ્વદારા સંતોષ રાખવો. પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ પ્રત્યે બ્રહ્મચર્યની નવવાનું સાવધપણે રક્ષણ કરવું. કામવૃત્તિ-વિષયની વાસના વિકરાળ છે. સંયમ અને સાધનામાં આ વૃત્તિ અને વાસના બાધક છે. આથી તેનું નિયમન કરવું. વૃત્તિઓ અને વાસનાને છૂટો દોર ન આપવો. જેઓ નિર્મળપણે શીલવ્રતનું પાલન કરે છે તેઓ શુભગતિ પામે છે અને આ લોકમાં પણ તેઓ યશ અને કીર્તિ મેળવે છે.
તપનો મહિમા જીવનમાં દાનધર્મ અને શીલધર્મની જેમ તપધર્મ પણ કરવો જરૂરી છે. તીર્થકરો તે જ ભવમાં મુક્તિ પામનાર હતા. છતાંય તેમણે તપ કર્યો હતો. તપ કરવાથી કર્મોનો ક્ષય થાય છે, આત્મા નિર્મળ અને નિર્મમ બને છે અને ક્રમશઃ સકલ કર્મ ક્ષય થવાથી પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી ઋષભદેવે એક વરસ સુધી અને ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ છ માસ સુધી ઉપવાસ કરીને વિહાર કર્યો હતો.
તપથી ઈષ્ટ મનોરથોની આપોઆપ સિદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને જ માગધ, વરદામ, ગંગા, સિંધુ અને પ્રભાસ વગેરેના અધિષ્ઠાતા દેવોને પ્રસન્ન કરે છે. તપથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. છ ખંડને જીતનાર શ્રી સનકુમાર ચક્રવર્તીને તપના પ્રભાવથી ખેલોષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તેમને કોઢ થયો ત્યારે તે રાજર્ષિ હતા. દેહ છતાંય તે દેહાતીત હતા. આથી તેમણે પોતાના રોગની ચિકિત્સા ન કરાવી અને રોગને સમભાવથી સહન કરતા રહ્યા. દેવો પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેમણે પોતાના જ થંકથી કોઢવાળી આંગળીને રૂપાળી કરી બતાવી. કહ્યું છે કે –
“વિષયોથી વિરક્ત થઈને જેઓએ મોક્ષનું ફળ આપનારો તપ કર્યો છે, તેવા તત્ત્વજ્ઞાનીઓએ જ માનવદેહનું ફળ પ્રહણ કર્યું છે.”
આ દેહ મળ-મૂત્ર વગેરે અશુચિઓથી ભરેલો છે. માંસ, મજજા, લોહી અને હાડકાંનો બનેલો છે. આ દેહમાંથી આત્મા ચાલ્યો જતાં દેહને બાળી નાંખવામાં આવે છે. કેટલીક પરંપરામાં તેને દાટી દેવામાં આવે છે. આમ દેહ અસાર છે. પરંતુ જેઓ આ દેહનો ઉપયોગ તપ કરીને કર્મનો ક્ષય કરે છે તેઓ દેહને સારભૂત બનાવે છે. કહ્યું છે કે –
सो अ तवो कायव्वो, जेण मणो मगुणं न चिंतेइ ।
जेण न इंदियहाणि, जेण य जोगा न हायंति ॥ જે તપ કરવાથી મન અવગુણનું ચિંતન ન કરે. જેના વડે ઇન્દ્રિયો હાનિ ના પામે અને જેનાથી મન, વચન અને કાયાના યોગ ક્ષીણ ન થાય એવો તપ કરવો અને આવો તપ પણ માત્ર કર્મની નિર્જરાના હેતુથી જ કરવો.” વિશેષમાં ભગવાન શ્રી મહાવીર પ્રભુએ કહ્યું છે કે – “આ લોકસંબંધી સુખ-સંપત્તિ મેળવવા માટે તપ ન કરવો, પરલોકમાં સુખ મેળવવાની કામનાથી તપ