________________
muz
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
“માન એ મોટા હાથી સમાન છે. કેમ કે હાથીની જેમ માની માણસ પોતાની દૃષ્ટિથી ઊંચું જોતો નથી, સપ્તાંગ રાજલક્ષ્મીથી પ્રતિષ્ઠિત રહે છે. તેનું શરીર સ્તબ્ધ થાય છે અને હંમેશાં ગરમી સહિત હોય છે. આથી હંમેશાં ફૂંફાડા માર્યા કરે છે; આ પ્રમાણે હાથીની અને માની માણસની સમાનતા છે.” બાહુબળીજીએ આવા માનનો ત્યાગ કર્યો ત્યારે જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ જાણીને સૌ કોઈએ માનનો ત્યાગ કરવો જોઈએ.
૫. મદ એટલે અભિમાન. પૈસાનું અભિમાન, પ્રતિષ્ઠાનું અભિમાન, પદનું અભિમાન, રૂપનું અભિમાન, વિદ્યાનું અભિમાન, કળા-આવડતનું અભિમાન, આ સંદર્ભમાં કહ્યું છે કે :
મદરૂપી શત્રુ એક હોવા છતાં દરેકના હૃદયમાં તે નિવાસ કરે છે. અને મદ-શત્રુનો જેના શરીરમાં વાસ છે તે માણસ સ્તબ્ધ થઈને કંઈપણ દેખતો નથી તેમ જ સાંભળતો નથી.”
“શૌર્યનો મદ, રૂપનો મદ, કામનો મદ, ઉચ્ચ કુળનો મદ, ધનનો મદ અને જાતિનો મદ. આ માણસોનાં મદરૂપી વૃક્ષો છે. શૌર્યના મદવાળો પોતાની ભુજાઓને જ જુએ છે. રૂપના મદવાળો અરિસા વગેરેમાં પોતાનો ચહેરો જોયા કરે છે. કામ મદવાળો સ્ત્રીઓને જોયા કરે છે અને વૈભવના મદવાળો તો જન્માંધ હોય છે.” - “આ સર્વ મદો તો અવધિવાળા છે એટલે તેઓ પોતપોતાના મૂળનો ક્ષય થવાથી નાશ પામે છે. પરંતુ સર્પની જેવો કુટિલ એક ગુરુમદ છે કે જે અવધિ વિના જ વિકાસ પામે છે.”
“સામંતોને મૌનપણામાં મદ રહે છે. અધિક વૈભવવાળાને મટકું માર્યા વિનાની દૃષ્ટિમાં મદ રહે છે. ધનિકને ભૃકુટીનો ભંગ કરવામાં અથવા મુખના વિકાસમાં મદ રહે છે, જાર પુરુષને ભૃકુટીમાં મદ રહે છે. ઉદ્ધત વિદ્વાનોની જીભમાં મદ હોય છે, મોટા અધિકારી તથા જોશીને ગરદનમાં મદ રહે છે. સુભટોને સ્કંધમાં મદ રહે છે, વાણિયાઓને હૃદયમાં મદ રહે છે, કારીગરોને હાથમાં મદ રહે છે, હાથીઓને ગંડસ્થળમાં મદ રહે છે અને સ્ત્રીઓને પોતાના દઢ સ્તનમાં મદ રહે છે.”
ઉન્નત અને ઉમદા ચિત્તવાળા માણસો કોઈપણ પ્રકારનો મદ કરતા નથી. અંતરના કોક ખૂણે મન મદભર્યું માથું ઊંચકે છે ત્યારે સજાગ સાધકો વિચારે છે કેઃ “હે આત્મન ! તેં પાતાળમાંથી બલિ રાજાનો ઉદ્ધાર કર્યો નથી, યમરાજાને તે જીત્યો નથી, ચંદ્રનું મલિનપણું દૂર કર્યું નથી. વ્યાધિઓને નિર્મૂળ કર્યા નથી. તેમજ પૃથ્વીને ધારણ કરીને શેષનાગનો ભાર તે ક્યારેય પણ એક ક્ષણ માટે પણ વહન કર્યો નથી ત્યારે અત્યારે આવું અભિમાન કરતાં, આવો મદ કરતાં શરમાવું જોઈએ.”
૬. હર્ષ એટલે કશા પણ કારણ વિના કોઈને હેરાન કરીને, સતાવીને હરખાવું-રાજી થવું, પરપીડનમાં આનંદિત થવું, શિકાર કરીને ખુશ થવું, જુગારમાં મજા માણવી, દારૂમાં મસ્ત