________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨. તેથી ઉપદેશ યોગ્ય નથી यो यस्मिन् द्वेषमापन्नः क्रोधमानातिरेकवान् ।
स लुप्यते गुणांस्तस्य, दोषान् प्रादुष्करोत्यथ ॥ “જે માણસ ક્રોધ અથવા માનના અધિકપણાથી જેના ઉપર દ્વેષ પામ્યો હોય, તે તેના ગુણનો નાશ કરીને દોષને જ પ્રકટ કરે છે.” આ અંગે દાંત આ પ્રમાણે :
પાંડવોનો વનવાસનો સમય પૂરો થયો. હવે કૌરવો સાથે કામ લેવાનું હતું. તેમ કરવા જતાં ફલેશ થવાનો સંભવ હતો. આથી શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે જઈ પાંડવોનો સંદેશો કહ્યો :
“ઇન્દ્રપ્રસ્થ, યવપ્રસ્થ, માકંદી, વરૂણાવત અને પાંચમું હસ્તિનાપુર. આ પાંચ ગામ મને તું આપ અને બાકીનું તમામ રાજ્ય તું ભોગવ.” આ સાંભળીને દુર્યોધન બોલ્યો - - “હે કૃષ્ણ! અતિ ઝીણી-વીણ સોયના અગ્રભાગથી જેટલી પૃથ્વી ભેદાય તેથી અર્ધી પૃથ્વી પણ હું યુદ્ધ કર્યા વિના નહિ આપું.”
શ્રી કૃષ્ણ તેને સમજાવીને કહ્યું: “હે દુર્યોધન ! યુદ્ધ કરવાથી કુળનો નાશ થાય છે. તેમ છતાંય યુદ્ધમાં વિજય મળે કે પરાજય તે નક્કી નથી અને અંતે મરીને પરભવમાં નરકે જવું પડે છે. આથી તું યુદ્ધની વાત છોડી દઈને પાંડવોની આ નાની માંગણી કબૂલ રાખ.” દુર્યોધને શ્રી કૃષ્ણની એક પણ વાત માની નહિ. પોતાની જીદમાં અટલ રહ્યો અને શ્રી કૃષ્ણને પકડી લીધા.
આ પ્રમાણે ધર્મદ્વિષી માણસોને ધર્મનો ઉપદેશ આપવાથી તેની ઊંધી અસર થાય છે. આ અંગે શ્રી ભદ્રબાહસ્વામી પ્રત્યે વરાહમિહિર આદિનાં દષ્ટાંતો જાણીતાં છે.
૩. મૂઢ ઉપદેશ યોગ્ય નથી अज्ञानोपहतचित्तः कार्याकार्यविचारकः ।
मूढः स एव विज्ञेयो, वस्तुतत्त्वमवेत्तृकः ॥ જેનું ચિત્ત અજ્ઞાનથી હણાયેલું છે અને જે કાર્ય અને અકાર્યનો વિચાર કરી શકતો નથી. તેને મૂઢ જાણવો. કારણ કે તે વસ્તુતત્ત્વને જાણતો નથી.”
વિધવાના પુત્રે તેની માને પૂછ્યું: “હે મા ! મારા પિતા શું કામ કરતા હતા? મા : તારા પિતા રાજાની નોકરી કરતા હતા.” પુત્ર : “તો મા ! હું પણ રાજાની નોકરી કરીશ.' મા : હે વત્સ ! રાજસેવા કરવી ઘણી મુશ્કેલ છે અને તે માટે ઘણો વિનય સાચવવો પડે તેમ છે.” પુત્ર : “મા ! આ વિનય કેવી રીતે સચવાય ?' મા : “બેટા ! જે કોઈને જોઈએ તેને નમીને પ્રણામ કરવાના અને બધાય સાથે ખૂબ જ નમ્રતાથી વર્તવું તેને વિનય કહેવાય છે.” પુત્ર : “મા! હું પણ સૌને નમીશ અને સૌ સાથે નમ્રતાથી વર્તીશ.”