________________
૧૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કોઈની આજ્ઞા માનીએ ? આમ છતાંય આ અંગે અમે પિતાજીને પૂછીને તેઓશ્રી જે કહેશે તે પ્રમાણે વર્તીશું” અને બધા ભાઈઓ ભગવાનને મળ્યા. વંદના કરી. વિનયથી પોતાનો આવવાનો હેતુ કહ્યો. ત્યારે તેઓ સૌને ભદ્રિક આત્મા જાણીને ભગવાને ઉપદેશ આપ્યો.
संबुज्झह किं न बुज्झह, संकेहि खलु यच्च दुल्लहा ।
नो हुवणं भंति राइओ, नो सुलहं पुणरवि जीविअं ॥ “બોધ પામો ! કેમ બોધ પામતા નથી? આ પ્રાણીને સમ્યક્ત્વ દુર્લભ છે. મંત્રી કે રાજા થવું દુર્લભ નથી. પરંતુ ફરીથી મનુષ્યપણાનું જીવિત થવું દુર્લભ છે.”
ભગવાનની પ્રેરક દેશના સાંભળી બધા ભાઈઓ પ્રતિબોધ પામ્યા અને તેમની પાસે દીક્ષા લીધી. આ સૌમાં બાહુબલી ન હતા. ભરતે તેને પણ આજ્ઞામાં આવવા કહેવડાવ્યું હતું. બાહુબલીએ મોટાભાઈની આજ્ઞામાં રહેવાનો ઈન્કાર કર્યો. આથી ભરત સેના લઈને બાહુબલીને જીતવા યુદ્ધ ચડ્યો. બાર વરસ સુધી બન્ને ભાઈઓ વચ્ચે વિવિધ પ્રકારનું યુદ્ધ ચાલ્યું. પછી ભારત અને બાહુબલી બન્ને એકલા જ લડ્યા. બન્ને જણા વચ્ચે દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મુષ્ટિયુદ્ધ થયાં. આ મુષ્ટિયુદ્ધમાં બાહુબલીએ ભરતને આકાશમાં અધ્ધર ઉછાળ્યા. ત્યારે બાહુબલીને થયું: “ભાઈ ધરતી પર આટલે ઊંચેથી પડશે તો પટકાઈને કદાચ મરી જશે. ના. મારાથી એવું ન થવા દેવાય.” આમ વિચારી જેવા ભરત ગબડતા નીચે આવ્યા કે બાહુબલીએ તેમને બે હાથમાં ઝીલી લીધા.
પણ ભરતને ચક્રવર્તી થવું હતું. આથી સ્વચ્ય થઈને તેણે બાહુબલીના મસ્તક ઉપર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. બાહુબલી ઘડીભર મૂચ્છ ખાઈ ગયા. સ્વસ્થ થતાં તેમણે ભારતના હૃદય પર મુષ્ટિઘાત કરીને વળતો પ્રહાર કર્યો. આમ પાંચે ય યુદ્ધમાં ભારતનો પરાજય થયો. આથી હવે તેમણે છેલ્લું શસ્ત્ર અજમાવ્યું. તે પહેલાં તેમણે બાહુબલીને કહ્યું: “ભાઈ ! હજી કશું બગડ્યું નથી. આ યુદ્ધમાં તને કશું જ નુકસાન થયું નથી. પરંતુ ચક્ર છોડીશ તો તારે જીવવું મુશ્કેલ બનશે. આથી તું મારી આજ્ઞા માન.
બાહુબલીએ તેનો મુકાબલો કરવાની તૈયારી બતાવી. આ જ પળે બાહુબલીનો આત્મા જાગ્યો. ચક્રનો ચૂરો કરવા મુઠ્ઠી ઉગામી ત્યાં જ તેમને વિચાર આવ્યો : “આ હું શું કરી રહ્યો છું ? મારી આ પોલાદી મુઠ્ઠીથી ભાઈની હત્યા થશે. લોકો કહેશે કે એક નાના ભાઈએ મોટાભાઈને હણી નાંખ્યો. છ ખંડના નાથના હત્યારા તરીકે લોકો મને જાણશે. મારે શા માટે આવા હત્યારા બનવું જોઈએ? મોટાભાઈને ચક્રવર્તી જ બનવું છે ને? તો ભલે એ ચક્રવર્તી બને.”
ત્યાં ભરતે છોડેલું ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને પાછું ભરત પાસે આવી ગયું. કારણ ચક્ર ગોત્રના કોઈ પણ માણસ ઉપર ચાલતું નથી. આમ ચક્ર પાછું ફર્યું તે જ ઘડીએ બાહુબલીએ ઉગામેલી પોતાની મુઠ્ઠીથી પોતાના વાળ ખેંચી કાઢ્યા. ત્યારે દેવોએ “ધન્ય ! ધન્ય !” બોલીને તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. યુદ્ધના આવા અણધાર્યા પલટાથી સૌ આનંદિત બન્યા. ભરતે સાધુ બાહુબલીને વંદના કરી અને તેમના વૈરાગ્ય અને વીરતાની પ્રશંસા કરી.