________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
सौजन्यं यदि किं निजैश्च महिमा यद्यस्ति किं मंडनैः । सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ॥
“અનેકવિધ પાપકર્મોને ઉત્પન્ન કરનાર પાપનો બાપ જો લોભ હોય તો બીજા પાપથી શું ? જો સત્ય હોય તો તપની શી જરૂર છે ? જો મન પવિત્ર હોય તો તીર્થયાત્રા કરવાથી વિશેષ શું છે ? જો સજ્જનતા હોય તો આપ્ત માણસનું શું કામ છે ? જો મહિમા (યશ) હોય તો અલંકાર પહેરવાથી વિશેષ શું છે ? જો સારી વિદ્યા હોય તો પછી ધનની શી જરૂર છે ? અને જો અપયશ હોય તો પછી મૃત્યુથી વિશેષ શું છે ? (અર્થાત્ અપયશ-બદનામી-બેઆબરૂ એ જ મૃત્યુ છે.)”
૧૧૯
આ શ્લોકનું મનન કરીને લોભને વશ થવું નહિ. લોભ જ પાપનો બાપ છે. લોભ અનેક પ્રકારનાં પાપ કરાવે છે. લોભ જીવનમાં ન હોય, જે મળ્યું, જેટલું મળ્યું જેવું મળ્યું તેમાં સંતોષ હોય તો અનેક પાપોથી બચી જવાય છે. માટે સુજ્ઞજનોએ લોભ કરવો નહીં અને સદાય સંતોષી રહેવું.
૨૪૫
લોભનો ખાડો પુરાતો નથી
आरभ्यते पूरयितुं, लोभगर्तो यथा यथा । तथा तथा महच्चित्रं, महुरेष विवर्द्धते ॥
“લોભરૂપી ખાડો જેમ-જેમ પૂરવા માંડીએ છીએ તેમ તેમ તે વધુ ને વધુ ઊંડો થતો જાય છે. આ એક આશ્ચર્ય છે.
'
આ જીવે અનંતીવાર ભાતભાતનાં ભોજન કર્યાં. અનેક જાતનાં અનેકવાર વસ્ત્રાલંકાર પહેર્યાં, અનંતા વિષયભોગ ભોગવ્યા અને દરેક માનવભવમાં અઢળક ધનનો સંચય કર્યો છતાં ય આ જીવને જરા પણ તૃપ્તિ કે ધરવ થયો નથી. તેના લોભનો એક ખૂણો પણ પૂર્ણ થયો નથી.
સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત
વિશ્વાનર અને ધન્વંતરી બે દેવતા હતા. વિશ્વાનર જૈનધર્મી હતો. ધન્વંતરી શૈવધર્મી હતો. બન્ને પોતપોતાના ધર્મને સર્વોચ્ચ અને સર્વોત્તમ પ્રતિપાદ કરી રહ્યા હતા. એક દિવસ તેઓ બન્ને ધર્મની પરીક્ષા કરવા પૃથ્વીલોક પર આવ્યા.
ઉ.ભા.-૪-૯
તે સમયે મિથિલાનરેશ પદ્મરથ શ્રી વાસુપૂજ્યસ્વામી પાસે દીક્ષા લઈને વિહાર કરી રહ્યા હતા. દેવોએ તેમની પરીક્ષા કરવા અનેક પ્રકારના ભોજન પદાર્થ આપવા માંડ્યા. ‘આ તો દેવપિંડદેવે આપેલ ભોજન છે’ એમ જાણીને મુનિએ તેનો અસ્વીકાર કર્યો.