________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
આ જાણીને ગુરુએ શિષ્યોને કહ્યું : ‘આવો પડકાર ઝીલીને લાવેલો આહાર માનપિંડ કહેવાય. તેવો આહાર લેવાથી પાપકર્મ બંધાય. આથી તમારે તેનું પ્રાયશ્ચિત્ત કરીને આત્માને શુદ્ધ કરવો જોઈએ.’ વિનયી શિષ્યે ગુરુ આજ્ઞા માનીને માનપિંડદોષનું પ્રાયશ્ચિત્ત કર્યું.
૧૨૬
“જેમ ક્રોધપિંડ લેવાથી મુનિધર્મનો ઉદ્યોત થતો નથી તે જ પ્રમાણે માનપિંડ લેવાથી પણ મુનિધર્મનો ઉદ્યોત થતો નથી. આથી નિઃસ્પૃહ સાધુઓએ પિંડશુદ્ધિ માટે સદાય સાવધ અને જાગ્રત રહેવું.”
૨૪૦
લોભપિંડનું સ્વરૂપ
स्निग्धं मनोहरं पिंडं, वीक्ष्यातिरसलोलुपः । सर्वत्राटत्युचानो, लोभपिंड स उच्यते ॥
“ગોળ-ઘી મિશ્રિત સ્નિગ્ધ અને સ્વાદિષ્ટ આહાર જોઈને રસમાં અત્યંત લોલુપી સાધુ એવા આહારને માટે ઉચ્ચ-નીચ કુળમાં ભ્રમણ કરે છે અને એવી રીતે મેળવેલો આહાર લોભપિંડ કહેવાય છે.”
સિંહકેસરિયાનું દૃષ્ટાંત
એમનું નામ સુવ્રતમુનિ. તે જ્ઞાની, ધ્યાની અને મહાતપસ્વી હતા. આજે તેમને માસક્ષમણનું પારણું હતું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ - આ ચારેય પ્રકારનો અભિગ્રહ કરીને આ સુવ્રતમુનિ પહેલી પોરશીના સમયે જ ચંપાનગરીમાં ગોચરી માટે નીકળ્યા.
તપસ્વી સાધુ માટે સર્વકાળ ગોચરી માટે યોગ્ય છે. શ્રી કલ્પસૂત્રમાં “સમાચારી” વ્યાખ્યાનમાં આ પ્રમાણે કહ્યું છે ઃ- “નિશ્ચમત્તસ્સ મિવવુક્ષ પતિ ાં પોયરાત ।"
નિત્ય ભોજન કરનાર સાધુને ગોચરી જવા માટેનો એક જ કાળ હોય છે. મતલબ કે એકાસણું કરનાર સાધુએ એક જ વાર શ્રાવકના ઘરે ગોચરી માટે જવું જોઈએ. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય કે બીમાર સાધુની સેવા સારવાર (વૈયાવચ્ચ) ક૨વા માટે બે વાર પણ ગોચરી માટે જઈ શકાય. કારણ કે તપ કરતાં વૈયાવચ્ચ (સેવા)નું ફળ સવિશેષ છે. બાળ મુનિ હોય તે બે વાર પણ ગોચરીએ જઈ શકે છે. તેમજ અક્રમ કે તેથી વધુ ઉપવાસ કરનાર તપસ્વી સાધુ પારણા માટે ગોચરીએ દિવસના કોઈપણ સમયે જઈ શકે છે. પરંતુ એવા સાધુથી પરોઢિયે લાવેલી ગોચરીને રાખી મૂકી શકાય નહિ. એવી રાખી મૂકેલી ગોચરીમાં જીવજંતુ પડવાની પૂરી સંભાવના રહે છે.
આ તપસ્વી સુવ્રતમુનિ ફરતાં-ફરતાં નગરીની શ્રાવક-વસતિમાં આવ્યા ત્યારે ત્યાં કોઈ