________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
શાસ્ત્રો કહે છે કે “આ તપસ્વી સાધુએ ગૌચરીમાં જે ઘેબર ગ્રહણ કર્યાં તે ક્રોધપિંડ આહાર કહેવાય. સાધુએ આવો આહાર લેવો ઉચિત નથી. ગુરુએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે તપસ્વી સાધુને આલોયણા આપી. તે કરીને તે શુદ્ધ થયા. માનપિંડનું સ્વરૂપ
૧૨૪
लब्धिपूर्णस्तवमेवासी, त्युत्साहितोऽन्यसाधुभिः । गृहिभ्यो गर्वितो गृह्णन् मानपिंडः स उच्यते ॥
‘તમે તો સર્વ લબ્ધિથી પૂર્ણ છો' એમ કહીને બીજા સાધુઓએ ઉત્સાહ પમાડેલો કોઈ સાધુ અભિમાનમાં આવી જઈને ગૃહસ્થોને ત્યાંથી જે આહાર લઈ આવે તેને માનપિંડ કહેવાય છે. દૃષ્ટાંત
કૌશલદેશમાં ગિરિપુષ્પ નામનું એક નગર હતું. એક દિવસ ત્યાં ઉત્સવ થયો. આ ઉત્સવ નિમિત્તે નગરમાં દરેક ઘરમાં સેવ બનતી. સાધુમંડળીમાં આ ઉત્સવ અને સેવની ચર્ચા નીકળી.
એક સાધુએ કહ્યું : ‘આજે તો ગોચરીમાં જરૂર ઘણી સેવ મળશે. પરંતુ કાલે ગોચરીમાં કોઈ સેવ વહોરી લાવે તે સાધુ ખરો.' ત્યાં બીજો સાધુ બોલ્યો : ‘ઘી-ગોળ વિનાની કોઈ થોડી સેવ વહોરી લાવે તેથી શું ?' આ સાંભળીને એક અભિમાની યુવાન સાધુ બોલી ઊઠ્યો : ‘હું તમને કાલે ઘી-ગોળવાળી ઘણી બધી સેવ લાવી આપીશ.'
આ સાધુ બીજા દિવસે એક ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયો. તેણે કહ્યું : ‘આજ મને ગળી સેવનો ખપ છે. એવી સેવ તું મને વહોરાવ.' ગૃહિણીએ કહ્યું : ‘મહારાજ ! એવી સેવ તો આજે નથી.' સાધુ બોલી ઊઠ્યો : ‘તારે ત્યાંથી આજ એવી સેવ વહોરીને જઉં તો જ હું ખરો સાધુ.' ગૃહિણીએ પણ સામું પરખાવ્યું : “એવી સેવ આજ હું તમને જો વહોરાવું તો તમે મને નફ્ટ કહેજો.” સાધુએ આ બીજો પડકાર પણ ઝીલી લીધો. તે તરત જ ત્યાંથી એ ગૃહિણીના પતિની દુકાને ગયો. ત્યાં જઈને પૂછ્યું : ‘દેવદત્ત શેઠ છે ?' કોઈએ પૂછ્યું : ‘શું કામ છે તમારે તેમનું ?' સાધુ : ‘મારે તેમની પાસે કંઈક માંગવું છે ?' આ સાંભળીને દેવદત્તે કહ્યું : ‘હું દેવદત્ત છું. કહો. તમારે શું જોઈએ છે ?’ સાધુ બોલ્યો : “તમે જો છ પુરુષમાંના એક ના હો અને સાતમા જુદા પુરુષ તમે હો તો તમારી પાસે માંગું.” દેવદત્તે પૂછ્યું : ‘એ છ પુરુષ કયા એ કહો તો મને કંઈ સમજ પડે.' ત્યારે સાધુએ છ પુરુષની સમજ આપતાં કહ્યું :
''
श्वेतांगुलिर्बोड्डायी, तीर्थस्नाता च किंकरः । हदनो गृधपक्षीय, षडेते गृहिणीवशाः ॥
“શ્વેત આંગળીવાળો, બગલાં ઉડાડનારો, તળાવમાં સ્નાન કરનારો, ચાકર, ગંધાતો અને ગીધ પક્ષી જેવો, આવા છ પુરુષો સ્ત્રીને વશ થયેલા હોય છે.”