________________
૧ ૨૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
તાપસે કન્યા જોઈ. પરંતુ વયોવૃદ્ધ તાપસને કોણ પરણે? સૌએ ના પાડી. આથી તાપસે ગુસ્સે થઈને સૌને કૂબડી બનાવી દીધી. ત્યાંથી પાછા ફરતાં એક નાની બાળાને ધૂળમાં રમતાં જોઈ. તેને એક ફળ બતાવ્યું. બાળાએ તે લેવા હાથ લંબાવ્યો. તાપસે માન્યું કે એ બાળા મને ઇચ્છે છે. આથી તેમણે તેની માંગણી કરી. રાજાએ શાપના ભયથી એ બાળા તાપસને આપી દીધી. પછી રાજાની પ્રાર્થનાથી તાપસે બધી જ કન્યાઓને પૂર્વવત્ રૂપવાન બનાવી દીધી.
જમદગ્નિ બાળા રેણુકાનું લાલન-પાલન કરવા લાગ્યો. આશ્રમમાં તે મોટી થઈ. યુવાન થતાં જમદગ્નિએ તેની સાથે લગ્ન કર્યા. રેણુકાએ ઋતુકાળ આવતાં તેની પ્રાર્થનાથી જમદગ્નિએ બ્રાહ્મણ તથા ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થાય તેવા બે ચરૂ મંત્રવિધિથી તૈયાર કર્યા. રેણુકાએ ક્ષત્રિય ચરૂ ખાધો. બ્રાહ્મણ ચરૂને તેણે પોતાની બહેન માટે હસ્તિનાપુર મોકલી આપ્યો.
સમય જતાં રેણુકા અને તેની બહેન બન્નેને પુત્રો અવતર્યા. રેણુકાએ પુત્રનું નામ રામ પાડ્યું. તેની બહેને કૃતવીર્ય રાખ્યું. રામ આશ્રમમાં ઊછરવા લાગ્યો. એક દિવસ ત્યાં એક વિદ્યાધર આવ્યો. તેને અતિસારનો વ્યાધિ થઈ ગયો. રામે તેની ખૂબ જ સેવા કરી. આથી તેણે ખુશ થઈને રામને પરશુ વિદ્યા આપી. રામ તે વિદ્યા સાધીને પરશુરામ બન્યો અને વિદ્યાધરે આપેલ પરશુ લઈને ફરવા લાગ્યો.
એક દિવસ રેણુકા પોતાની બહેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં તેણે સગા બનેવી સાથે ભોગ ભોગવ્યો. એ ભોગથી તેને એક પુત્ર થયો. પરશુરામને ખબર પડી કે પોતાની માતા દુરાચારિણી છે. આથી તેણે પોતાની પરશુથી માતા અને પુત્રને મારી નાંખ્યા. આથી ક્રોધે ભરાઈને માસા અનંતવીર્ય તેનો આશ્રમ ભાંગી નાખ્યો. પરશુરામે વળતો ઘા કરીને અનંતવીર્યને મારી નાંખીને તેનો બદલો લીધો.
અનંતવીર્યની ગાદીએ તેનો પુત્ર કૃતવીર્ય આવ્યો. પિતાનું વૈર લેવા તેણે પરશુરામના પિતા જમદગ્નિને હણી નાખ્યો. આથી પરશુરામે તેનો વધ કરીને તેનું રાજય લઈ લીધું. આ સમયે કતવીર્યની એક સગર્ભા સ્ત્રીએ નાસી જઈને કોઈ તાપસના આશ્રમમાં આશ્રય લીધો. તાપસોએ તેને રાણી જાણીને ભોંયરામાં સલામત રાખી.
પરશુરામે ક્રોધે ભરાઈને સાતવાર પૃથ્વીને નક્ષત્રિય કરી અને મારેલા રાજાઓની દાઢો કિઢાવી તેનો થાળ ભર્યો અને એ થાળ રાસભામાં મૂક્યો. તેના પૂછવાથી એક નૈમિત્તિકે કહ્યું :
જે માણસની નજર પડવાથી આ દાઢો ખીરરૂપ બનશે અને જે માણસ તે ખીર પી જશે તેના હાથથી તમારું મૃત્યુ થશે.” આ આગાહી સાંભળીને પોતાના શત્રુને શોધી કાઢવા પરશુરામે એક દાનશાળા ખોલી અને તેમાં એક સિંહાસન પર પેલો દાઢ ભરેલો થાળ મૂક્યો.
પરશુરામની પરશુમાં એ શક્તિ હતી કે તેમાંથી આગ નીકળતી. ક્ષત્રિયની ગંધ તે તરત જ પારખી જતી અને તે આગ કાઢતી. પરશુરામ ફરતો-ફરતો એક દિવસ પેલા આશ્રમમાં ગયો.