________________
- ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ આ વાતને ઘણો સમય થઈ ગયો પણ મિત્રના કોઈ જ સમાચાર ન આવ્યા. અમરદત્ત આથી ચિંતામાં પડી ગયો. રત્નમંજરીએ કહ્યું : “હે સ્વામી ! આપણા નગરમાં જ્ઞાનભાનુ નામના ગુરુ મહારાજ પધાર્યા છે. તે જ્ઞાની છે. તેમને પૂછવાથી કદાચ આપણને મિત્રાનંદના સમાચાર મળશે.”
બને ગુરુ મહારાજ પાસે ગયા. વિધિપૂર્વક વંદન કર્યું અને મિત્રના સમાચાર જણાવવા વિનયથી પ્રાર્થના કરી. જ્ઞાની ગુરુએ કહ્યું: “હે રાજનું! તારો મિત્ર એક પર્વત પાસે નદીના કાંઠે પડાવ નાંખીને રહેતો હતો. ત્યાં ચોરોએ ઓચિંતી ધાડ પાડી. તેના બધા જ સેવકો લડતા લડતા મૃત્યુ પામ્યા. આથી મિત્રાનંદ એકલો ત્યાંથી નાસી છૂટ્યો.
નાસીને થાકી જતાં તે એક વડની નીચે સૂતો. ત્યાં સાપે તેને ડંખ માર્યો તે સમયે કોઈ તપસ્વી મહાત્મા ત્યાંથી પસાર થયા. તેમણે મિત્રાનંદનું વિષ ઉતાર્યું. હવે ત્યાંથી તે તને મળવા પાછો આવતો હતો. ત્યાં ચોરોએ તેને પકડ્યો અને એક વાણિયાને ત્યાં વેચી દીધો.
આ વાણિયો પડાવ નાંખીને પડ્યો હતો. ત્યાં લાગ જોઈને મિત્રાનંદ ભાગી છૂટ્યો. તેને ભાગતો જોઈને રાજાના સેવકોએ તેને ચોર માનીને પકડી લીધો. સવારે રાજાએ તેને વડના ઝાડ પર લટકાવીને મારી નાખવાનો હુકમ કર્યો. તેને બાંધવામાં આવ્યો ત્યારે મિત્રાનંદ વિચારતો હતો કે પેલા શબનું વેણ આખરે સાચું ઠર્યું. મિત્રાનંદનું વડના ઝાડ પર મૃત્યુ થયું. બીજે દિવસે કેટલાક છોકરાઓ ગીલ્લી-દંડા રમતા હતા. તેમાંથી એક જણે મારેલી ગીલ્લી મિત્રાનંદના શબના મુખમાં પડી. આમ શબનું કહેવું બધું સારું કર્યું છે.”
મિત્રની આવી કરુણ કથા સાંભળીને અમરદત્ત અને રત્નમંજરી બન્ને શોકાતુર બની ગયાં. ગુરુએ તેમને આશ્વાસન આપ્યું. પછી શાંત થતાં અમરદત્તે પૂછ્યું: “હે ગુરુદેવ! મારો મિત્ર મરીને ક્યાં ઉત્પન્ન થયો છે અને અમારા પૂર્વભવ શા હતા?
ગુરુદેવ બોલ્યા: “હે રાજનું! તારા મિત્રનો જીવ મરીને તારી રાણીની કુક્ષિએ પુત્રરૂપે ઉત્પન્ન થયો છે અને તે કાળક્રમે રાજા થશે. પૂર્વભવમાં આજથી ત્રીજા પૂર્વભવે તું ક્ષેમંકર નામે કણબી હતો. સત્યશ્રી નામે તને પત્ની હતી અને ચંદ્રસેન નામે તારે એક નોકર હતો.
ચંદ્રસેન ખેતરમાં કામ કરતો હતો તે સમયે તેણે કોઈને ખેતરમાંથી શીંગ લેતો જોયો. આ જોઈને તે બોલ્યો : “આ મહાચોરને ઊંચો બાંધીને લટકાવો.” ગુસ્સાથી આમ બોલીને ચંદ્રસેને નિકાચિત કર્મ બાંધ્યું. સત્યશ્રીએ પણ એક વખત પોતાની પુત્રવધૂને ગુસ્સામાં કહ્યું: ‘ડાકણની જેમ આમ ઉતાવળી-ઉતાવળી શું ખાય છે? ધીમેથી ખાતાં તને શું જોર આવે છે?' આમ બોલીને તેણે પણ કર્મ બાંધ્યું.
એક વખતે ક્ષેમંકરે ચંદ્રસેનને બીજા ગામ જવાનું કહ્યું. ચંદ્રસેને કહ્યું: “મારે ત્યાં આજ મહેમાન આવવાના છે, તેથી હું આજ જઈ શકું તેમ નથી.” ત્યારે ક્ષેમંકરે ગુસ્સાથી કહ્યું: “ભલે