________________
૧૧૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૪૩.
માયાપિંડથી થતા દોષો भक्तादिहेतवे कुर्वन्नानारूपाणि मायया ।
साधुर्वंचयते श्रद्धान् मायापिंडः स उच्यते ॥ “સાધુ ભાત પાણી વગેરે માટે માયા વડે નાના પ્રકારનાં રૂપો કરીને શ્રાવકોને છેતરે તેને માયાપિંડ કહેવાય છે.”
અષાઢભૂતિ મુનિનું દષ્ટાંત ગુરુ ધર્મરૂચિ આચાર્યની આજ્ઞા લઈને અષાઢભૂતિ મુનિ રાજગૃહીની શેરીઓમાં ગોચરી લેવા માટે નીકળ્યા. ફરતાં-ફરતાં તે મહર્ધિક નામના એક નટના ઘરે પહોંચ્યા. બહાર ઊભા રહીને કહ્યું: “ધર્મલાભ.” નટની બે પુત્રીઓ ભુવનસુંદરી અને જયસુંદરીએ મુનિને વધાવ્યા. મુનિએ ગોચરી માટે પાતરું ધર્યું. સુંદરીઓએ મત્ત મધુર સુગંધવાળો એક મોદક (લાડુ) વહોરાવ્યો. પુનઃ ધર્મલાભ આપી અષાઢભૂતિ મુનિ બહાર આવ્યા.
બહાર જતાં જતાં તેમના મનમાં વિચાર આવ્યો : “ગોચરીમાં લાડુ તો એક જ મળ્યો છે અને તે તો, મારા ગુરુને આપવો પડશે. મારા ભાગે તો તે આવશે નહિ. આમ વિચારીને તેમણે નવા રૂપે એક વધુ લાડ વહોરવા માટે પોતાની લબ્ધિથી યુવાન સાધુનું રૂપ ધારણ કર્યું.
સુંદરીઓએ ભાવથી યુવાન સાધુને બીજો લાડુ વહોરાવ્યો. એ લઈને બહાર આવતાં ફરી તેમને વિચાર આવ્યો: “આ લાડુ તો મારે ધર્માચાર્યને આપવો પડશે. આથી એક આંખ કાણીવાળા વૃદ્ધ સાધુનું રૂપ ધારીને તે ત્રીજો લાડુ વહોરી લાવ્યા. તોય તેમના મનને સંતોષ ન થયો. આથી તેમણે છ છ વખત જુદાં જુદાં રૂપ ધારણ કર્યા. એ દરેક વિવિધ મુનિ વેષે તે લાડુ વહોરી લાવ્યા અને પોતાની ધારણા સિદ્ધ થતાં તે ઉપાશ્રયે પાછા ફર્યા.
તેમના આ બધા વેષ પરિવર્તન મહર્થિક નટે જોયા. તેને થયું કે મુનિ રસલુબ્ધ છે. તેમને સંસારમાં પાછા લાવી શકાય તો તે કુશળ નટ બની શકે તેમ છે. મારી સાથે રહેતો તો મારું દળદર દૂર થઈ જાય. કોઈપણ હિસાબે મારે આ મુનિને સંસારમાં પાછા લાવવા જોઈએ. આમ વિચારીને તેણે પુત્રીઓને કહ્યું: ‘તમે જે સાધુને વહોરાવ્યું તે સાધુ ઉત્તમ નટ થઈ શકે તેમ છે. છ વખત તે એક જ સાધુ તમારી પાસે વિવિધ વેષે આવ્યો હતો. સુખી થવું હોય તો તમે એ સાધુને રીઝવો. તે હંમેશ અહીં આવે અને આપણે ત્યાં જ રહી જાય તેવું કંઈક કરો. તેને તમારા રૂપ અને યૌવનમાં પ્રલોભિત કરો.” પિતાની પાસેથી સત્ય જાણીને પુત્રીઓ પણ અષાઢભૂતિ મુનિને વશ કરવા માટે મનમાં વિચારવા લાગી.