________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
આચાર્યશ્રી : ‘જો એકાંતે તેમ જ હોય તો કષાય, ભય, મૂર્છા વગેરે દોષનો સંભવ છે, આથી તે દેહનો પણ વ્રત ગ્રહણ કર્યા પછી તુરત જ ત્યાગ કરવો પડશે. પરંતુ શાસ્ત્રોમાં જે અપરિગ્રહપણું કહ્યું છે તેનો હેતુ એ છે કે ધર્મનાં ઉપકરણ ઉપર પણ મૂર્છા રાખવી નહિ. આનો અર્થ સ્પષ્ટ છે કે ધર્મનાં ઉપકરણોનો સર્વથા ત્યાગ કરવો તેમ નથી અને જિનેશ્વરો સર્વથા-સંપૂર્ણ અચેલક હતા તેવું નથી. કારણ ચોવીસે તીર્થંકરે એક દેવદૂષ્ય લઈને દીક્ષા લીધી છે. આમ જિનેન્દ્ર પણ સચેલક હતા.”
૧૦૦
આચાર્ય અને અન્ય સ્થવિર મુનિઓએ સહસ્રમલ મુનિને ઘણો સમજાવ્યો, પરંતુ કષાય અને મોહનીયના ઉદયથી તેણે પોતાનો આગ્રહ છોડ્યો નહિ. તે સર્વ વસ્ત્રો ઉતારીને ગામ બહાર જંગલમાં જઈને રહેવા લાગ્યો.
એક દિવસ તેની બેન સાધ્વી વંદના તેને વંદન કરવા માટે જંગલમાં ગઈ. ત્યાં તેણે ભાઈ મુનિને દિગંબર જોયો. આથી તેણે પણ પોતાનાં વસ્ત્રો ઉતારી નાંખ્યાં અને દિગંબર અવસ્થામાં જ ભિક્ષા માટે તે નગરમાં ગઈ. દિગંબર સાધ્વીને જોઈને એક વેશ્યાએ વિચાર્યું : ‘નગ્ન સ્ત્રી રૂપાળી નથી દેખાતી. આને જોઈને લોકો અમારાથી વિરક્ત બનશે, આથી તેને કપડાં પહેરાવવાં જોઈએ ! અને તેણે સાધ્વી વંદનાને બળાત્કારે કપડાં પહેરાવ્યાં. સહસ્રમલ મુનિએ આ હકીકત જાણી ત્યારે તેને પણ લાગ્યું કે દિગંબર સ્રી અતિ લજ્જાસ્પદ થાય છે. આથી તેણે બેન સાધ્વીને કહ્યું : “હવેથી તું વસ્ત્ર ઉતારીશ નહિ.'
કે
આ ઘટના બાદ ઘણા જૈન સાધુઓ સહસ્રમલ મુનિને સમજાવવા લાગ્યા કે જિનાગમમાં ત્રણ કા૨ણે વસ્ત્ર ધારણ કરવા કહ્યું છે ઃ
“તિહિં નાખેતૢિ વત્થ ધારેગા, હરિવત્તિયં, લુચ્છાવત્તિયં, પરિસવત્તિયં" “લજ્જા અથવા સંયમની રક્ષા માટે. લોકમાં નિંદા-ટીકા ન થાય તે માટે તેમજ ટાઢ, તડકો, ડાંસ, મચ્છર વગેરેના પરિષહથી રક્ષણ કરવા માટે વસ્ત્ર પહેરવાં” અને જિનાગમમાં આમ પણ કહ્યું છે કે : “તપસ્વીઓને ધર્મમાં સહાયભૂત હોવાથી શુદ્ધ આહારાદિકની જેમ વસ્ત્રાદિક ગ્રહણ કરવાં, તેમાં દોષ નથી.”
-
તું એમ કહે છે કે હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્ટેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી એમ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન કહ્યું છે. આમાં હિંસા એટલે પ્રાણીનો વધ. તેનો અનુબંધ એટલે નિરંતર હિંસાનો વિચાર હોય તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન, અસત્યના સતત વિચાર હોય તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન, ચોરીના એકધારા વિચાર હોય તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન અને ચોરી આદિથી મેળવેલ પૈસા-વસ્તુ આદિને ગુપ્ત રાખવા સતત વિચાર કરવા તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. વસ્ત્રાદિક ગ્રહણ કરવાથી તે અવશ્ય થશે. કારણ તે રૌદ્રધ્યાનના હેતુ માટે છે.