________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ દેવીએ કહ્યું: “હું મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછી ફરું ત્યાં સુધી મારા માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે તમે સૌ કાયોત્સર્ગમાં જ રહેજો.” શ્રી સંઘે તે પ્રમાણે કર્યું. પછી દેવી તીર્થકરને પૂછીને પાછી ફરી અને કહ્યું: “શ્રી તીર્થંકર પરમાત્માએ મને કહ્યું છે કે શ્રી સંઘ જે કહે છે તે સત્ય છે અને શ્રી વીર જિનેશ્વર મુક્તિ પામ્યા પછી ૫૮૪ વર્ષે સાતમો નિહ્નવ થવાનો હતો તે નિહ્નવ આ ગોટામાપિલ મુનિ છે.
આ સાંભળી શ્રી ગોષ્ટામાહિલ મુનિ બોલ્યા: “આ બિચારી દેવીનું શું ગજું કે તે તીર્થકર પાસે જઈ શકે?” આમ અહીં પણ તેમણે કદાગ્રહ રાખ્યો. આથી તેમને સંઘ બહાર મૂકવામાં આવ્યા. આ પછી તેમણે મિથ્યા પ્રરૂપણા જ કરી અને તેની આલોચના કર્યા વિના જ તે મૃત્યુ પામ્યા.
આ જીવન પ્રસંગનો સાર આ છે કે “શ્રીસંઘે સંઘ બહાર કરવા છતાં પણ ગોષ્ટામાહિલે પોતાનો મત છોડ્યો નહિ અને બોધિરત્ન રહિત થઈને પૃથ્વી પર અનેકને ભમાવીને પોતે પણ સંસારમાં ભમ્યો. આથી કોઈએ પણ કદીય કષાયનો કદાગ્રહ ન કરવો.”
૨૩૯
સર્વ વિસંવાદી આઠમો નિલવ “વલ્પમાત્ર જિનપ્રોક્તવત્રનોલ્હાપરિ: ..
जमालिप्रमुखा ज्ञेया, निह्नवा सप्त शासने ॥ “જિનેશ્વરે કહેલા વચનમાંથી અલ્પમાત્ર વચનને ઉત્થાપન કરનાર જમાલિ વગેરે સાત નિહ્નવો જિનશાસનમાં થયેલા સમજવા.
अथ सर्वविसंवादी, निह्नवः प्रोच्यतेऽष्टमः ।
श्री वीरमुक्तेर्जातोऽब्दशतैः षड्भिर्नवोत्तरैः ॥ હવે શ્રી વીરના નિર્વાણ પછી છસો નવ વરસે જિનેશ્વરનાં સર્વ વચનોનું ઉત્થાપન કરનાર આઠમો નિહ્નવ ઉત્પન્ન થયો.
દિગંબર માન્યતાની ઉત્પત્તિ શિવભૂતિ રથનગરનિવાસી હતો. તેની શૂરવીરતાથી ખુશ થઈને રાજાએ તેને સહગ્નમલનું બિરૂદ આપ્યું હતું. તે સ્વભાવે સ્વતંત્ર હતો અને રોજ રાતે ઘણો મોડેથી ઘરે આવતો. તેની આ ટેવથી દુઃખી થઈને તેની પત્નીએ સાસુને વાત કરી. સાસુએ કહ્યું: ‘તું આજે ઊંધી જા. તે આવશે ત્યારે હું જ બારણું ઉઘાડીશ.”