________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
પરંતુ સહસ્રમલ (શિવભૂતિ) મુનિએ આમાંથી એક પણ શબ્દનો સ્વીકાર ન કર્યો. મિથ્યા અભિનિવેશથી (કદાગ્રહ) તેણે તીર્થંકરો અને મુનીન્દ્રોનાં વચન ઉત્થાપ્યાં, તેના કોડિન્ય અને કોટીવીર નામના બે બુદ્ધિશાળી શિષ્યો થયા. તેમનાથી દિગંબર મતની પરંપરા ચાલી. તેઓએ અનુક્રમે “કેવળી આહાર કરે નહિ, સ્રીઓ મોક્ષ પામે નહિ. તિવિહાર ઉપવાસમાં સચિત્ત જળ (કાચું પાણી) પીવામાં દોષ ન લાગે. દિગંબર સાધુ દેવદ્રવ્ય લે અને વાપરે વગેરે જિનાગમથી વિરુદ્ધ આઠસો વચન નવાં રચ્યાં. આથી તેઓ સર્વ વિસંવાદી થયા. તે બોટિકોની પરંપરામાં થયેલા બોટિકો દિગંબર કહેવાય છે.
૧૦૨
આ પ્રમાણે દિગંબર નામનો આઠમો નિહ્નવ પોતાનું શુદ્ધ બોધિરત્ન ગુમાવી બેઠો. કારણ સમકિત પામ્યા છતાં કોઈને જતું પણ રહે છે. માટે ભવ્ય જીવોએ દરેક પ્રયત્નથી સતત સાવધ રહીને સમકિતનું રક્ષણ કરવું જોઈએ.
૨૪૦
શ્રુતનિંદકનું ચરિત્ર
श्री मद्वीरजिनं नत्वा, वक्ष्येऽहं श्रुतनिंदकान् । चरित्रं वंगचूलिकाध्ययनाद्धरितं यथा ॥
‘શ્રી માન્ વીર જિનેશ્વરને નમસ્કાર કરીને વંગચૂલિકા નામના અધ્યયનમાંથી વાંચેલું શ્રુતનિંદક ચરિત્ર કહું છું.’
શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીના એક શિષ્ય હતા. તેમનું નામ અગ્નિદત્ત મુનિ. મિથિલા નગરીના એક ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરીને તે તપ કરી રહ્યા હતા.
એ જ ઉદ્યાનમાં બાવીશ યુવાનો કામલતા વેશ્યા સાથે યથેચ્છ ક્રીડા કરી રહ્યા હતા. સુરા અને સુંદરી સાથે તેઓ બેફામ વર્તી રહ્યા હતા. તે બધા રોજ મુનિ અગ્નિદત્તને જોતા. તેમને મુનિ ૫૨ ગુસ્સો ચડ્યો અને તેમની હત્યા કરવાનું નક્કી કર્યું અને એક દિવસ, મુનિને મારી નાંખવાના દુષ્ટ ઇરાદાથી ખુલ્લી તલવાર સાથે દોડ્યા.
યુવાનો વૈરભાવથી એવા અંધ બન્યા હતાં કે દોડતાં તેમને ખ્યાલ ન રહ્યો અને બધા જ એક સાથે કૂવામાં ગબડી પડ્યા. હાથમાં જે તલવાર હતી તે સૌના દેહમાં ખૂપી ગઈ અને કારમી ચીસો પાડી પાડીને બધા તરત જ મરણ પામ્યા.
મુનિ અગ્નિદત્તે તેમની મરણચીસો સાંભળી. પરંતુ તેમને અંતિમ બોધ અપાય તે પહેલાં જ બધા મૃત્યુ પામ્યા હતા. મુનિએ ઉપાશ્રયે આવીને શ્રુતકેવળીને પૂછ્યું : ‘હે ગુરુદેવ ! આ બાવીશે મિત્રોની શી ગતિ થઈ હશે ?’