________________
૧૦૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કિનારે એક વડ પાસે ગીલ્લી દંડા રમતા હતા. અમરદત્ત દાવમાં હતો. તેણે જોરથી ગીલ્લી (કોઈ) ને ફટકારી. આ ગીલ્લી દૂર એક ઝાડે બાંધેલા કોઈ ચોરના શબના મુખમાં જઈને પડી.
“વાહ ! વાહ ! શું કુદરતની કરામત છે મિત્રાનંદે હસતાં હસતાં અમરદત્તને કહ્યું. આ સાંભળી ચોરનું શબ બોલી ઊઠ્યું: ‘મિત્રાનંદ ! આમ હસ નહિ. તારી પણ એક દિવસ આવી જ દશા થવાની છે. ત્યારે તારા મોંમાં પણ આ જ પ્રમાણે કોઈએ ઉછાળેલી ગીલ્લી (મોઈ) પડશે.”
શબનું આવું બોલવું સાંભળીને મિત્રાનંદનું હૈયું બેસી ગયું. જીવનમાંથી તેનો રસ ઊતરી ગયો. હવે તેને ચોતરફ પોતાનું મૃત્યુ જ નાચતું હોય તેમ લાગવા માંડ્યું. અમરદત્તે મિત્રને રાજી કરવા અનેક પ્રયત્ન કર્યા. છતાંય તેની ઉદાસી દૂર ન થઈ. આથી મિત્રને લઈને તે બહારગામ જવા નીકળ્યો.
બન્ને મિત્રો ફરતા-ફરતા પાટલીપુત્ર આવ્યા. ત્યાં નગર બહારના એક બાગમાં ફરતાફરતા તેમણે એક સુંદર મહેલ જોયો. બન્ને તેમાં દાખલ થયા. મહેલની ભવ્યતા જોતાં-જોતાં અમરદત્તની નજર એક યુવાન સ્ત્રીની પૂરા કદની પ્રતિમા પર જડાઈ ગઈ. અપલપ નજરે કંઈવાર સુધી તે તેને જોતો જ રહ્યો. મિત્રાનંદે જોરથી ખભો હલાવ્યો ત્યારે તે ભાનમાં આવ્યો.
મિત્રાનંદે પૂછયું : “મિત્ર! આમ તું ક્યાં ખોવાઈ ગયો હતો? પ્રતિમાની કારીગરી જોતો હતો કે પછી એ પ્રતિમાના પ્રેમમાં ડૂબી ગયો હતો ?'
ભાવ વિહ્વળ અવાજે અમરદને કહ્યું: “મિત્રાનંદ ! હું જાણું છું કે આ પથ્થરની જડ પ્રતિમા છે, છતાંય તેણે મારા પર જાણે જાદુ કર્યો છે. તે મારી સાથે વાત કરે છે. મને એ પ્રેમથી પંપાળે છે. સાચું કહું મિત્ર! આ યુવતીએ મારા હૈયાનો કબ્બો લઈ લીધો છે. તેના વિના જીવવું હવે મારા માટે મુશ્કેલ છે. હું લગ્ન કરીશ તો બસ, આ સ્ત્રી સાથે જ.”
મિત્રાનંદે તેને ઘણું સમજાવ્યો, પરંતુ મોહાંધ અમરદત્ત એકનો બે ન થયો. ત્યાં મહેલનો માલિક આવ્યો. બન્નેને ઉદાસ અને મૂંઝાયેલા જોઈને તેણે તેનું કારણ પૂછ્યું. મિત્રાનંદે માંડીને બધી વાત કરી અને કહ્યું: “હવે તમે જ આનો ઉપાય બતાવો.” માલિકે કહ્યું: “મારી પાસે તો તેનો કોઈ ઉપાય નથી. પણ આ સુંદર પ્રતિમા ઘડનાર શિલ્પી સોપારકપુરમાં રહે છે. તમે તેને મળશો તો તમને તે કહેશે કે આ પ્રતિમા તેની કલ્પના જ છે કે કોઈનું પ્રતિબિંબ.”
આ સાંભળીને મિત્રાનંદે અમરદત્તને આશ્વાસન આપ્યું: “મિત્ર ! તું ચિંતા ન કર. આમ ઉદાસ ન બન. હું સોપારકપુર જઈને શિલ્પીને મળું છું. જો આ પ્રતિમા જેવી કોઈ યુવતી આ જગત પર હશે તો હું તને એનો જરૂર ભેટો કરાવી આપીશ. માટે તું નચિંત રહે અને હું પાછો ન ફરું ત્યાં સુધી તું અહીં સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે રહેજે.'
અમરદત્તને આમ ભરપૂર હિંમત આપીને મિત્રાનંદ સોપારકપુર પહોંચ્યો. ત્યાં તે શિલ્પીને મળ્યો. શિલ્પીએ કહ્યું કે “એ પ્રતિમા અવન્તીની રાજપુત્રીની પ્રતિકૃતિ છે. મિત્રાનંદે શિલ્પી