________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪)
૧૦૫ આમ આ બાવીસ ભ્રષ્ટ શ્રાવકો અનેકને કુમાર્ગે લઈ જશે. તે સમયે તીર્થકરોએ નિરૂપણ કરેલા શ્રુતની હીલના થશે. શ્રમણ-નિગ્રંથોની પૂજા નહિ થાય અને ધર્મની સાધના કરવી અતિ મુશ્કેલ બનશે. પછી તે બાવીસ ભ્રષ્ટ શ્રાવકો આયુષ્યના અંતે સોળ પ્રકારના મહારોગથી અત્યંત રિબાઈને આર્તધ્યાન કરતાં કરતાં મૃત્યુ પામશે અને ધમ્મા નામની પહેલી નરકના પ્રથમ પ્રસ્તરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળા નારકી થશે. તે અગ્નિદત્ત ! શ્રી જિનાગમની હલના કરવાથી તેમને બોધિરત્નની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થશે.' બાવીસની આવી દુઃખદ ભવકથા સાંભળીને અગ્નિદત્ત મુનિએ પુનઃ પૂછ્યું : “હે ગુરુદેવ ! કયા કાળમાં એ શ્રતનિંદકો ઉત્પન થશે ? શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ તેનો જવાબ આપ્યો તે વંગચૂલિયામાં જે ગાથાઓ છે તે આ પ્રમાણે અત્રે એ ગાથાનો ભાવાર્થ આપીએ છીએ. શ્રુતકેવળી ભગવંતે મુનિશ્રીને કહ્યું:
શ્રી વીર પ્રભુના નિર્વાણ બાદ ૨૯૧ વર્ષે જિનપ્રતિમાનો આરાધક સંપ્રત્તિ રાજા થશે. ત્યાર પછી ૧૬૯૯ વર્ષે તે બાવીસેય શ્રુતની નિંદા કરશે. તે સમયે હે અગ્નિદત્ત ! સંઘ અને શ્રુતની જન્મરાશિ ઉપર આડત્રીસમો ધૂમકેતુ નામનો ગ્રહ બેસશે. તે ગ્રહની સ્થિતિ એક રાશિ ઉપર ત્રણસોને તેત્રીસ વર્ષની છે. આથી એટલાં વરસ તેમનો પંથ ચાલશે. એ ગ્રહ ઊતરશે એટલે સંઘનો અને શ્રુતનો ઉદય થશે.” આ પ્રમાણે ગુરુનાં વચન સાંભળીને અત્યંત વૈરાગ્ય પામેલા અગ્નિદત્ત મુનિ ગુરુની પ્રદક્ષિણા કરીને તેમને ભાવથી વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. ત્યાર પછી તે ગુરુની આજ્ઞા લઈને અનશન કરીને પ્રથમ દેવલોકમાં દેવ થયા.
- “સિદ્ધાંત તથા ચૈત્ય (મંદિર) આદિનો લોપ કરનારા અને મિથ્યાત્વ ગુણ સ્થાનમાં રહેલા તે બાવીસ વાણિયાઓ સંસારરૂપી અટવીમાં ચિરકાળ સુધી ભટક્યા કરશે. માટે આગમને જાણનારા બીજાઓએ ક્યારે પણ શ્રતની નિંદા કરવી નહિ.
૨૪૧
વચનથી બંધાયેલ કર્મનો વિપાક बद्धं यद्येन क्रोधेन, वचसा पूर्वजन्मनि ।
रुद्धिभर्वेयनेऽवश्यं, तत्कमेह शरीरिभिः ॥ “પ્રાણીઓએ પૂર્વજન્મમાં ક્રોધથી બોલીને જે કર્મ બાંધ્યું હોય તે કર્મ આ જન્મમાં પ્રાણીઓને રડતાં રડતાં પણ અવશ્ય ભોગવવું પડે છે.” - આ સત્યને સમજાવતું દષ્ટાંત આ પ્રમાણે :
અમરદત્ત અને મિત્રાનંદની કથા અમરદત્ત રાજપુત્ર હતો. અમરપુરના મકરધ્વજ રાજાનો તે પુત્ર. મિત્રાનંદ સાથે તેને ગાઢ મૈત્રી હતી. આ બન્ને મિત્રો લગભગ સાથે જ રહેતા. એક દિવસ બન્ને મિત્રો સીપ્રા નદીના