________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ વિંધ્યમુનિને આથી શંકા પડી. તે તરત જ દુર્બલિકાપુષ્પમિત્રઆચાર્ય પાસે ગયા. પોતાની શંકા કહી. આચાર્યશ્રીએ કહ્યું તમે જે પ્રથમ કહ્યું હતું તે જ સત્ય છે. કારણ કહ્યું છે કે –
જીવ પોતાની અવગાહનાથી વ્યાપ્ત થયેલા આકાશપ્રદેશમાં રહેલા જ કર્મના દળીઆને ગ્રહણ કરે છે. પણ બીજા પ્રદેશમાં રહેલાને ગ્રહણ કરતો નથી. તેથી જો કદાચ આત્મા અન્ય પ્રદેશોમાં રહેલા કર્મને ગ્રહણ કરીને પોતાની ફરતા વટે તો તે કર્મને સર્પ કાંચળીની ઉપમા ઘટી શકે. તે સિવાય ઘટી શકે નહિ.”
વિંધ્યમુનિએ આ શંકાનું નિવારણ ગોખમાહિલ મુનિને કહ્યું. પરંતુ કદાગ્રહના કારણે તેમણે પોતાનો જ કક્કો ખરો કર્યો. આથી આચાર્યશ્રીએ તેમને બોલાવીને પૂછ્યું: “તમે સર્પદંચકની જેમ કર્મનો સંબંધ માનો છો તે જીવના દરેક પ્રદેશની સાથે માનો છો કે જીવની બહાર ત્વચા પર્યત ભાગ સાથે ફરતો વીંટળાયેલો માનો છો ?
જો જીવના દરેક પ્રદેશ પર્યત ભાગ સાથે માનશો તો આકાશની જેમ જીવમાં સર્વ પ્રદેશ કર્મ પ્રાપ્ત થશે. તો પછી જીવનો મધ્યભાગ કયો કે જે કર્મ રહિત રહેશે. કારણ કે જીવના પ્રતિપ્રદેશે કર્મ લાગવાથી કોઈ મધ્યપ્રદેશ બાકી રહેશે નહિ. આથી કર્મનું અસર્વવ્યાપીપણું થાય. એ રીતે સાધ્યવિકળતા પ્રાપ્ત થવાથી કંચુકનું દષ્ટાંત અઘટિત છે.”
અને જો જીવની બહાર ત્વચા પર્યત ભાગ સાથે કંચુકની જેમ સ્પર્શ કરેલું કર્મ માનશો તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જશે ત્યારે અંગના બાહ્ય મેલની જેમ તેની સાથે કર્મ જશે નહિ અને ભલે જીવની સાથે કર્મ ન જાય તેમાં શો દોષ છે એમ કહેશો તો સર્વ જીવનો મોક્ષ થશે. કેમ કે પુનર્જન્મના કારણભૂત કર્મનો જ તેની સાથે અભાવ છે. ઇત્યાદિ દોષ પ્રાપ્ત થશે.”
ગોખમાહિલે પૂછ્યું: “જો જીવ અને કર્મનું ભિન્નપણું ન હોય તો જીવ થકી તેનો વિયોગ શી રીતે થાય?”
આચાર્યશ્રીએ કહ્યું: “જો કે કર્મ જીવની સાથે અભેદ કરીને કહ્યું છે તો પણ સુવર્ણ અને માટીની જેમ તેનો વિયોગ થઈ શકે છે જેમ મિથ્યાત્વાદિકથી કર્મનું ગ્રહણ થાય છે તેમ જ્ઞાન અને ક્રિયાથી તેનો વિયોગ પણ થાય છે.” આમ અનેક દાખલા દલીલથી આચાર્યશ્રીએ ગોષ્ટામાહિલ મુનિને સમજાવ્યા પરંતુ કદાગ્રહના કારણે તેમણે પોતાની વાત છોડી નહિ.
એક બીજો પ્રસંગ. વિંધ્યમુનિ શિષ્યોને પ્રત્યાખ્યાન સમજાવતા હતા. તેમણે કહ્યું: “મુનિને જીવનપર્યત સર્વ સાવધનાં પ્રત્યાખ્યાનો ત્રિવિધ કરવાં.”
ત્યારે ગોષ્ટામાપિલ મુનિએ કહ્યું: “સર્વ પ્રત્યાખ્યાનો યાવજીવ આદિ અવધિ વિના જ કરવાં. અવધિ સહિત કરવાથી આશંસા દોષ પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈ સાધુ એવો વિચાર કરે કે પ્રત્યાખ્યાન પૂર્ણ થયા પછી હું સ્વર્ગાદિકમાં દેવાંગના સાથે ભોગ વગેરે ભોગવીશ. આમ વિચારવાથી પરિણામ અશુદ્ધ થતાં પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ થયું. આ અંગે સૂત્રમાં કહ્યું છે કે :