________________
.......
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
નામ :ગોખમાહિલનું દષ્ટાંત દક્ષપુર ગામમાં આચાર્ય આરક્ષિતસૂરિજી મહારાજ પોતાના શિષ્ય સમુદાય સાથે બિરાજમાન હતા. તેઓશ્રીએ વજસ્વામીજી આચાર્ય પાસે નવપૂર્વથી થોડોક વધુ અભ્યાસ કર્યો હતો. શ્રી સીમંધરસ્વામીના કહેવાથી કેટલાક દેવેન્દ્ર તેમની પાસે નિગોદ સંબંધી શંકાઓનું સમાધાન કરવા આવ્યા હતા.
એ સમયે મથુરાનગરીમાં કોઈ નાસ્તિક ઊભો થયો. તેની સામે ત્યાં કોઈ પ્રતિવાદ કરનાર ન હતું. સ્થાનિક શ્રી સંઘે આથી બે સાધુને દક્ષપુર આચાર્યશ્રી પાસે મોકલ્યા. આચાર્યશ્રીએ બધી વિગતો ધ્યાનથી સાંભળી. પરંતુ પોતાની ઉંમર થઈ હોવાથી અને પ્રતિવાદનું કામ શિષ્ય પણ કરી શકે તેમ હોવાથી તેમણે વાદ લબ્લિનિધાન ગોખમાહિલ નામના મુનિને મથુરા મોકલ્યા. તેમણે નાસ્તિક સાથે સફળતાથી વાદ-વિવાદ કર્યો. નાસ્તિકવાદીનો પરાજય થયો. શ્રી સંઘની વિનંતીથી ગોષ્ટામાપિલ મુનિએ મથુરામાં જ ચાતુર્માસ કર્યું.
- આર્યરક્ષિતસૂરિજીએ પોતાના આયુષ્યનો અંત નજીક આવેલો જોઈને યોગ્ય શિષ્યને આચાર્યપદ આપવા માટે વિચાર્યું. આ માટે યોગ્ય શિષ્યની જ પસંદગી કરવી જોઈએ. કહ્યું
वुड्डो गणहरसहो, गोयममाइ-हिं धीरपुरिसेहिं ।
जो तं ठवइ अपत्ते, जाणंतो सो महापावो ॥ ગૌતમ આદિ ધીર પુરુષોએ વહન કરેલો ગણધર આચાર્ય શબ્દ જાણતો હોવા છતાં ય તેને જે અપાત્રમાં સ્થાપન કરે તે મહાપાપી કહેવાય.”
આચાર્યશ્રી જાણતા હતા કે ગણધર-આચાર્ય પદ માટે દુર્બલિકા પુષ્પમિત્રમુનિ જ વધુ યોગ્ય છે. પરંતુ બીજા બધા મુનિઓ ઇચ્છતા હતા કે ગોષ્ટામાહિલ મુનિ કે ફલ્યુરક્ષિતમુનિને આચાર્યપદ આપવામાં આવે. આથી આચાર્યશ્રીએ શ્રી ચતુર્વિધ સંઘને ભેગો કર્યો અને તે સૌની સમક્ષ તેમણે સદષ્ટાંત રજૂઆત કરી :
“ત્રણ પ્રકારના ઘડા છે. એક ઘડામાં વાલ ભરેલા છે, બીજામાં તેલ ભર્યું છે અને ત્રીજામાં ધી. આ ત્રણે ઘડાને ઊંધા વાળવામાં આવે તો વાલવાળા ઘડામાંથી બધા જ વાલ નીકળી જાય. તેલવાળા ઘડામાંથી થોડું તેલ અટકી રહે અને ઘી વાળા ઘડામાં તેનાથી વધુ ઘી ઘડામાં ચીટકી રહે અને બાકીનું નીકળી જાય.
આ ઘડાની જેમ હું સૂત્ર તથા તેના અર્થના વિષયમાં દુર્બલિકા પુષ્પમિત્ર પાસે વાલના ઘડારૂપ થયો છું. અર્થાત તેણે મારી પાસેથી સમસ્ત સૂત્રાર્થ ગ્રહણ કર્યો છે. ફલ્યુરક્ષિતમુનિ પાસે તેલના ઘડા જેવો થયો છે. કારણ સર્વ સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો નથી અને ગોખમાહિલ પાસે હું ઘીના ઘડા જેવો થયો છું. કારણ તેને મારી પાસેથી ઘણો બધો સૂત્રાર્થ ભણવાનો બાકી રહી ગયો છે. આથી મારી પાટે, મારા પછી દુર્બલિકા પુષ્પમિત્ર આચાર્ય થાય.”