________________
૦૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
ધૂર્ત માણસે અવળું સમજાવવાથી કદાગ્રહી થયેલો માણસ વસ્તુ અને અવસ્તુની પરીક્ષા કરવામાં અસમર્થ થાય છે અને ગોવાળની જેમ તે હાંસીને પાત્ર બને છે.”
રાજપુરમાં એક ગોવાળ રહેતો. ગાયો ચરાવીને તેણે સારા પૈસા ભેગા કર્યા હતા. એક દિવસ તેના મિત્ર સોનીએ કહ્યું: “તારી પાસે ઘણા પૈસા છે તે કોઈ બીજા સોની પાસે તું સોનાનું એક કડું કરાવ.” ગોવાળ બોલ્યો : “તો તું જ કરી આપને.” મિત્ર સોનીએ કહ્યું: “પૈસો પ્રેમનો નાશ કરે છે.”નીતિકારોએ કહ્યું છે કે જો મૈત્રી વધારવાની ઇચ્છા હોય તો મિત્ર સાથે વાદવિવાદનો, પૈસાની લેવડદેવડનો અને મિત્ર પત્ની સાથે ખાનગી સંબંધનો આ ત્રણેય બાબતનો ત્યાગ કરવો. આથી હે મિત્ર ! તું મારી પાસે કડું ન કરાવતાં એ તું બીજા પાસે કરાવ.”
પરંતુ મિત્ર માન્યો નહિ. તેને પોતાના મિત્ર અને મૈત્રીમાં વિશ્વાસ હતો. છેવટે મિત્ર સોનીએ બે કડાં બનાવ્યાં. એક સોનાનું અને બીજું પિત્તળનું. કડું તૈયાર થતાં તેણે સોનાનું કડું મિત્રને આપી દીધું. મિત્રે સોનાના કડાની કસોટી કરાવી. સોનું સાચું હતું. પછી એ સોનીએ એ કડાને ઓપવા માટે માંગ્યું. ગોવાળે આપ્યું. પછી એ સોનીએ પિત્તળનું કડું પાછું આપ્યું. પરંતુ મિત્ર સોના અને પિત્તળ વચ્ચે ભેદ પારખી શક્યો નહિ.
એક સમયે તેણે એ કડું વેચવા માટે કાઢ્યું. તો એ જ સોનીએ કહ્યું કે “આ કહું તો પિત્તળનું છે.” ગોવાળ બોલ્યો “કમાલ છો તમે તો, તમે જ મને કહ્યું હતું કે આ કડું સોનાનું છે અને હવે આજે તમે જ તેને પિત્તળનું કહો છો અને મારા મિત્રને દોષ દો છો. મને વિશ્વાસ છે કે મારો મિત્ર મને છેતરે જ નહિ.”
આ દૃષ્ટાંત કહે છે કે પ્રથમથી જ ઊંધું અવળું સમજવામાં આવે પછીથી તે અવળું જ સત્ય લાગે છે. ગમે તે રીતે કુમત સમજાયો હોય તો પછી સિદ્ધાંતના સત્યને પામી શકાતું નથી. તેવો માણસ સત્ય ધર્મને સમજી શકતો નથી.
આ પ્રમાણે ઉપદેશ સંભળાવવા માટે આવા ચાર પ્રકારના માણસને અયોગ્ય કહ્યા છે. આથી તેમના સિવાય બીજાઓને ધર્મનો ઉપદેશ આપવો.
૨૩૮
કદાગ્રહનો ત્યાગ કરવો स्याद्वादयुक्तितो बोधं, न प्राप्तवान् स निर्गुणः ।
विद्वन्मरालसंघेभ्यो बाह्यः कार्यः शुभात्मभिः ॥ જે સ્યાદ્વાદની યુક્તિથી બોધ પામતો નથી તેને નિર્ગુણ જાણવો. તેને ડાહ્યા પુરુષોએ વિદ્વાનોરૂપી હંસના સમૂહમાંથી બહાર કાઢવો.”