________________
૮૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ હતો, ત્યાં રાજા પેલી કવિતા મોટેથી અવાર-નવાર બોલવા લાગ્યો. આ સાંભળી હજામના હાંજા ગગડી ગયા. તે સમજી ગયો કે રાજાને મારા ઇરાદાની ખબર પડી ગઈ છે. આથી રાજાના પગે પડીને બધી વાત કહી દીધી. “સ્વામી ! આમાં મારો કોઈ જ વાંક ગુનો નથી. પણ તમારા પુત્રે તથા પ્રધાને મને તમારી હત્યા કરવાનું કામ સોંપ્યું છે.” આ જાણીને રાજાએ હજામને અભયદાન આપ્યું અને રાજપુત્ર તેમજ મંત્રીને યોગ્ય શિક્ષા કરી.
હે વત્સ ! એક નાનકડી કવિતાથી રાજાનો જીવ બચી ગયો. આમ નાનું અમસ્તુ પણ અધ્યયન નિષ્ફળ જતું નથી. તારે આ દષ્ટાંતથી શીખવાનું છે કે ગમે તેવું વાક્ય સાંભળ્યું હોય અથવા તેનું અધ્યયન કર્યું હોય, પણ તેનો સ્યાદ્વાદ માર્ગે ઉપયોગ કરવો, તેમ કરવાથી તેનો બધો જ સ્વાધ્યાય સફળ થાય છે.
હવે તને હું એક ત્રીજું અને છેલ્લું દષ્ટાંત કહુંઃ “વિદ્યા ન હોય તો શું પરિણામ આવે છે તેનું આ દૃષ્ટાંત છે.'
એક ગરીબ અને કંગાળે એક પુરુષને જોયો. તે એક હાથમાં એક ઘડો રાખી તેની પૂજા કરી રહ્યો હતો. તેણે પ્રાર્થના કરી: “હે કુંભ ! મારા માટે તું શયા, ભોજન, સ્ત્રી વગેરે સહિત એક મહેલ બનાવ.” વિદ્યાસિદ્ધ પુરુષની પ્રાર્થના સાંભળી કામકુંભે તેની ઇચ્છા પૂરી કરી.
પેલા ગરીબ વિચાર્યું: “હવે મારે શા માટે વધુ મહેનત કરવી જોઈએ? આ વિદ્યાસિદ્ધની જ સેવા કરું. તે જ પ્રસન્ન થઈને મારી ગરીબાઈનો નાશ કરશે અને તેની સેવાથી પ્રસન્ન થઈને વિદ્યાસિદ્ધ પુરુષે પૂછ્યું : “તને હું કામકુંભ આપું કે વિદ્યા ? ગરીબ વિદ્યાસાધનાની કડાકૂટમાં પડવાને બદલે કામકુંભ માંગ્યો.
કામકુંભના પ્રભાવથી ગરીબ શ્રીમંત થઈ ગયો અને અવનવા ભોગવિલાસમાં ડૂબી ગયો અને સ્વચ્છંદી બની ગયો. એક દિવસ તે સૂરાના નશામાં કામકુંભ માથે મૂકીને નાચ્યો. નાચના તાનમાં કુંભ પડી ગયો અને ફૂટી ગયો. પરિણામે કામકુંભથી ઊભી થયેલ બધી ઋદ્ધિ-સિદ્ધિ પણ નાશ પામી અને ફરી પાછો તે ગરીબ બની ગયો.
હે વત્સ! ગરીબે કામકુંભ લીધો અને વિદ્યા ન લીધી તેથી તે પામ્યો છતાંય લૂંટાઈ ગયો. આથી હંમેશાં વિદ્યાભ્યાસ કરવો અને તેમાં જરા માત્ર પણ આળસ-પ્રમાદ ન કરવા.
૨૩છે.
ઉપદેશ માટે યોગ્યતા જરૂરી દરેક માણસના સ્વભાવ, રસ અને રૂચિ ભિન્ન-ભિન્ન હોય છે. બધા જ માણસો ઉપદેશ માટે યોગ્ય નથી હોતા. ચાર પ્રકારના માણસો ઉપદેશ માટે યોગ્ય નથી. કહ્યું છે કે –