________________
८८
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
દૃષ્ટાંત
ધર્મબુદ્ધિ નામના એક નાના સાધુએ અભિગ્રહ કર્યો : ‘આ ચાતુર્માસમાં મારે માંદા-બીમાર સાધુની વૈયાવચ્ચ કરવી.’ આ સાધુ શાસ્ત્રના અભ્યાસમાં પ્રવીણ હતા. પરંતુ હેય, શેય, ઉપાદેય, ઉત્સર્ગ અને અપવાદના સ્વરૂપને બરાબર સમજી તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા ન હતા.
ચાતુર્માસમાં બીજા સાધુઓના અભિગ્રહ પૂરા થયા. ધર્મબુદ્ધિ સાધુનો અભિગ્રહ પૂરો ન થયો. આથી તેમણે પોતાના ગુરુદેવને કહ્યું : ‘હે ગુરુદેવ ! આ ચાતુર્માસમાં એક પણ સાધુ બીમાર ન પડ્યા આથી મારો અભિગ્રહ પૂરો ન થયો, તેથી મને ખેદ થાય છે.'
ગુરુદેવે કહ્યું : હે વત્સ ! આમ વિચારવું યોગ્ય નથી. દરેક ક્રિયા જ્ઞાનપૂર્વક ક૨વી જોઈએ. જ્ઞાનપૂર્વક કરેલી ક્રિયા જ ફળવતી બને છે. આ અંગે તને એક દૃષ્ટાંત કહું. તે ધ્યાનથી તું સાંભળ.’
એક શેઠે કેટલાક ક્ષત્રિયોને પોતાને ત્યાં જમવા તેડ્યા. ક્ષત્રિયો બેઠા હતા તે ખંડના મધ્ય ભાગમાં ઊંચે એક ઘડો લટકાવેલો હતો. શેઠે આ ઘડામાં સાપ પૂર્યો હતો. ક્ષત્રિયોએ એ ઘડાને ધ્યાનમાં રાખ્યો. તેમને હતું કે શેઠે એ ઘડામાં પોતાનું ધન છુપાવ્યું હશે. આથી રાતે એક જણે ચોરી છૂપીથી એ ઘડામાં હાથ નાંખ્યો. હાથ નાંખતાં વેંત જ એ જોરથી ચીસ પાડી ઊઠ્યો. સાપના ડંખથી તે તરત જ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો.
હે વત્સ ! એ ક્ષત્રિયો જ્ઞાનહીન હતા. તેમને એ ખ્યાલ ન આવ્યો કે કોઈપણ ડાહ્યો માણસ જાહેરમાં નાના ઘડામાં પોતાનું ધન ન સંતાડે. આથી અજ્ઞાનતાથી ક્ષત્રિયે પગલું ભર્યું અને તેનું અકાળ મૃત્યુ થયું. આ કથાથી સાર એ લેવાનો છે કે ક્રિયા કરતાં પહેલાં જ્ઞાન હોવું જરૂરી છે. ‘પહેલાં જ્ઞાન અને પછી દયા' એટલા માટે જ કહ્યું છે જ્ઞાનપૂર્વકની ક્રિયા જ ફળદાયી બને છે, એ તું બરાબર સમજી લે. આ સાથોસાથ બીજી પણ તને મહત્ત્વની એક વાત કહું કે “ગમે તેવું અધ્યયન કર્યું હોય તો નિરર્થક જતું નથી, પરંતુ જ્યારે તે વિજ્ઞાનયુક્ત થાય છે ત્યારે જ તેનું ફળ થાય છે.” આ અંગેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :
એક રાજા કવિતાપ્રેમી હતો. નવી કવિતા કરી લાવનારને તે પાંચસો દિનાર ભેટ આપતો. એક બ્રાહ્મણે બે બળદને એક સરોવર કાંઠે બાંધ્યા. તે સમયે એક મદોન્મત્ત આખલો આવ્યો. સરોવરમાં પાણી પીતાં પીતાં તે પોતાના પગથી પૃથ્વી ખોદતો હતો. તે જોઈ બ્રાહ્મણે આખલાને ઉદ્દેશીને કહ્યું :
:
ઘસે ઘસે ને અતિ ઘસે, ઉપર ઘાલે પાણી; જીણે કારણ એ ઘસે ઘસાવે, તે વાત મેં જાણી.
બ્રાહ્મણે આ કવિતા રાજાને સંભળાવી. રાજાએ તેને પાંચસો દિનાર આપી. રાજપુત્ર અને મંત્રીથી રાજાનો આ ઉડાઉ ખર્ચ સહન નહોતો થતો. આથી રાજાને મારી નાંખવા તેમણે કાવતરું કર્યું. રાજાને મારી નાખવા એક હજામને મોકલ્યો. રાજાની દાઢી કરવા હજામ અસ્ત્રો ઘસી રહ્યો