________________
૮૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દેવ-દેવી રૂપે નિર્માણ કરીને ભોગ ભોગવે છે તે યોગ્ય અને સલામત છે. આથી મારા તપના પ્રભાવથી હું એવો દેવ બનું તો સારું - આ સ્વપ્રવિચાર નામનું છઠ્ઠુ નિયાણું છે.
દેવ અને મનુષ્યના કામભોગથી વૈરાગ્ય પામીને કોઈ એમ વિચારે કે મારા તપના પ્રભાવથી હું અલ્પ વિકારવાળો દેવ બનું તો સારું. અલ્પવિકાર નામનું આ સાતમું નિયાણું છે. આવું નિયાણું બાંધનાર દેવ તો થાય, પરંતુ ત્યાંથી આવીને તે મનુષ્ય થાય ત્યારે મનુષ્યભવમાં એ દેશવિરતિ પામે નહિ.
કામભોગથી ઉદ્વેગ પામીને કોઈ એવું નિયાણું બાંધે કે શ્રીમંતને રાજા, ચોર, અગ્નિ વગેરેનો ભય હોય છે. આથી મારા તપના પ્રભાવથી હું આવતા ભવે દરિદ્ર કુળમાં જન્મ પામું. દરિદ્ર નામનું આ આઠમું નિયાણું છે.
કોઈ આમ પણ નિયાણું બાંધે કે મારા તપના પ્રભાવથી આવતા ભવે, મુનિને દાન આપવામાં પ્રીતિવાળો અને બાર વ્રતનું પાલન કરનાર શ્રાવક થાઉં તો સારું - શ્રાવક નામનું આ નવમું નિયાણું છે. આ નિયાણુંવાળો દેશવિરતિ પામે પણ સર્વ વિરતિ પામે નહિ.
આ પ્રમાણે નવ નિયાણાનું સ્વરૂપ સમજીને નમિ રાજર્ષિ જેવા કેટલાક ઉત્તમ પુરુષો, ઇન્દ્રાદિકના અનેક પ્રકારના સુખનાં પ્રલોભનો બતાવ્યા છતાંય કોઈપણ પ્રકારનું નિયાણું કરતા નથી. ભગવાન મહાવીરસ્વામીને સંગમદેવે અનેક ઘોર ઉપસર્ગ કર્યા છતાંય કોઈ નિયાણું કર્યું નહિ. નંદિષેણ મુનિએ નિયાણું કર્યું તો તેના ફળ સ્વરૂપે તે વાસુદેવનો ભવ પામ્યા અને અનેક સ્ત્રીઓના સ્વામી થયા. તામલી તાપસ જેવા પણ કેટલાક હોય છે કે જે સમકિત વિનાના હોવા છતાંય નિયાણું બાંધતા નથી.
તામલી તાપસનું દૃષ્ટાંત
તામલિપ્તી નગરમાં તામલી નામનો એક ખૂબ જ શ્રીમંત રહેતો હતો. એક રાતે તેને વૈરાગ્યના વિચાર આવ્યા. તેણે વિચાર્યું : હું જન્મ્યો ત્યારથી તે આજ સુધીમાં મેં જરાપણ દુઃખ જોયું નથી. પૂર્વભવના પુણ્યથી આ ભવમાં મને તમામ પ્રકારનાં સુખ અને સત્કાર મળ્યાં છે. આથી હવે હું તાપસ દીક્ષા લઉં અને બાકીનું જીવન આત્મસાધનામાં જ વિતાવું.
તેણે મનમાં નક્કી કર્યું કે સંન્યાસ લઈને હું હાથ ઊંચા રાખીને સૂર્યની સામે ઊભો રહીશ. કાષ્ઠ પાત્ર લઈને ઊંચ, નીચ અને મધ્યમ ત્રણે વર્ગના ઘરે ભિક્ષા માટે જઈશ. દાળ તથા શાક વિનાનું માત્ર ભાત જેવું હવિષ્યાન્ન લઈશ અને અન્નને એકવીશ વખત ધોઈને તેને નિરસ કરીને પછી જ ખાઈશ.
રાતના નિર્ણયનો તામલીએ સવારમાં અમલ કર્યો. પેટ ભરાય તેવડું લાકડાનું પાત્ર કરાવ્યું. તેમાં ચાર ખાનાં પણ કરાવ્યાં. ત્રણ ખાનાં દાન માટે અને ચોથું ખાનું પોતાના માટે. એમ તેણે મનથી નિરધાર્યું. દીક્ષા લેતાં અગાઉ જ તામલીએ યાવજ્જીવ છ તપ કરવાનું નક્કી કર્યું