________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
૨૩૫ નવ નિચાણાનો ત્યાગ કરવો संति नव निदानानि, क्षमापः श्रेष्ठी नितंबिनी ।
इत्यादिनी च हेयानि, मोक्षकांक्षैर्मुनीश्वरैः ॥ “રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી આદિ નવ નિયાણાં છે. મોક્ષની ઇચ્છાવાળા મુનીશ્વરોએ તે ત્યાગ કરવા યોગ્ય છે.”
પાક્ષિક સૂત્રની વૃત્તિમાં નવ નિયામાં આ પ્રમાણે બતાવ્યાં છે - રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પવિકાર, દરિદ્ર અને શ્રાવક.
નિયાણું એટલે તપના પ્રભાવનું ફળ માંગવું. કોઈ સાધુ કે સાધ્વી નિયાણું કરે કે દેવ કે દેવલોક તો મેં જોયો નથી, તે દેખાતો પણ નથી, આથી ખરા દેવ તો રાજા છે. માટે મારાં કરેલાં તપ અનુષ્ઠાન વગેરેનું કોઈ ફળ જો મને મળવાનું હોય તો આવતા ભવમાં મને રાજાનો ભવ મળજો.” આવો સાધુ મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી મરીને તે મનુષ્યભવમાં રાજાપણું પામે છે. પરંતુ તેને સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. આવું નિયાણું બ્રહ્મદત્ત ચક્રવર્તીએ બાંધ્યું હતું.
કોઈ એવું વિચારે કે “રાજાને તો ઘણી ચિંતા હોય છે. સુખી તો શ્રીમંતો જ હોય છે. માટે મારાં કરેલાં તપ અનુષ્ઠાનનું કોઈ ફળ હોય તો આવતા ભવે હું શ્રીમંત થાઉં' – આ બીજા પ્રકારનું નિયાણું છે.
કોઈ એમ વિચારી નિયાણું બાંધે કે પુરુષપણું પામવામાં તો અનેક જાતનો ઘણો પરિશ્રમ કરવો પડે છે. ઘણાં બધાં દુઃખો સહન કરવો પડે છે. આથી મારા તપના પ્રભાવથી મને આવતો ભવ સ્ત્રીનો મળે તો સારું - આ ત્રીજા પ્રકારનું નિયાણું છે.
કોઈ એમ વિચારીને નિયાણું બાંધે કે “સ્ત્રીનો જન્મ તો નીચ ગણાય. સ્ત્રીના અવતાર કરતાં તો પુરુષનો ભવ જ સારો. કેમ કે સ્ત્રીની જિંદગી તો પરાધીન અને પરવશ હોય છે. માટે મારા તપ અનુષ્ઠાનના પ્રભાવથી હું આવતા ભવે પુરુષ થાઉં તો સારું.” આ ચોથા પ્રકારનું નિયાણું છે.
માણસના કામભોગ અપવિત્ર છે. મૂત્ર, વિષ્ટાદિથી દુર્ગધવાળા છે. આથી દેવપણું સારું. કારણ દેવો પોતાની દેવીઓ અને બીજાની દેવીઓને પણ ભોગવે છે. આ ઉપરાંત પોતાની ઇચ્છા મુજબ દેવીઓનું નિર્માણ કરીને તેમની સાથે પણ યથેચ્છ ભોગવિલાસ માણી શકે છે. માટે મારા તપ અનુષ્ઠાનના ફળથી આવતા ભવે હું દેવ થાઉં તો સારું. આ પરપ્રવિચાર નામનું પાંચમું નિયાણું છે.
જે દેવો બીજાની દેવીઓને ભોગવે છે તે પણ એક આફત છે. પરંતુ પોતાના જ રૂપને