________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ હતું. આમ અવ્યક્ત લિંગને તેમજ સર્વને પ્રણામ કરવાના વ્રતને અંગીકાર કરી તે નદી પાસેના કોઈ આશ્રમમાં રહેવા લાગ્યો
છઠ્ઠના પારણે તે નગરમાં આવતો. મળેલ અન્નમાંથી તે એક ભાગ જળચર પ્રાણીને, બીજો સ્થળચર પ્રાણીને અને ત્રીજો ભાગ ખેચર પ્રાણીને આપતો. ચોથા ભાગને એકવીસ વાર ધોઈને તેને નિરસ બનાવીને પછી ખાતો. આવું ઉગ્ર તપ તામલી તાપસે સાઠ હજાર વરસ સુધી કર્યું. આથી તેનો દેહ સુકાઈ ગયો અને તે માત્ર જીવંત હાડપિંજર જેવો બની રહ્યો.
એક રાતે તેણે વિચાર કર્યો: ‘હવે મારા શરીરમાં કશું જ રહ્યું નથી. આત્મબળથી જ જીવું છું. આથી હવે આ દેહને હું વોસિરાવી દઉં.' આમ વિચારીને સવારમાં ઈશાન ખૂણામાં પોતાના દેહ પ્રમાણ મંડળ આલેખીને અનશન કરીને તે આત્મધ્યાનમાં લીન બની ગયો.
એ સમયે બલિચંચા રાજધાનીના ઇન્દ્રનું ચ્યવન (મૃત્યુ) થયું. આથી ત્યાંના દેવ-દેવીઓએ વિચાર્યું કે આપણે સૌ ઉગ્ર તપ કરનાર સામલી નામના બાળ (અજ્ઞાન) તપસ્વી પાસે જઈએ અને સુખોપભોગનાં પ્રલોભન બતાવી તે ઇન્દ્ર થાય તેવું નિયાણું તેની પાસે કરાવીએ. આમ વિચારીને દેવોએ તામલી તાપસ પાસે આવીને, માનવી ભાન ભૂલી જાય તેવાં નાટક કર્યો. છેલ્લે નમસ્કાર કરીને વિનંતી કરી : “હે તપસ્વી ! અમારી રાજધાની પ્રાપ્ત કરવા આપ નિયાણું બાંધો. આપ અમારા સ્વામી બનો અને અમારી સાથે દિવ્ય ભોગ ભોગવો.”
પરંતુ તામલી તાપસ જરા પણ વિચલિત થયા નહિ. તે આત્મધ્યાનમાં જ રમમાણ રહ્યા. બે માસના અનશન બાદ તે મૃત્યુ પામ્યા અને ઈશાનેન્દ્ર થયા. અહીં જોવાનું એ છે કે આટલા વરસો સુધી ઘોર તપ કર્યું, પરંતુ અલ્પકષાય અને અનુકંપાના પરિણામ હોવાથી તે માત્ર વૈમાનિક દેવપણું જ પામ્યા.
આ કથાનો સાર આ છે કે તામલી તાપસ મિથ્યાદષ્ટિ હોવા છતાં તેણે તપના ફળનું નિયાણું કર્યું નહિ. આથી સમતિવંતા મુનિઓએ મુક્તિનું અમૂલ્ય સુખ આપનાર તપસ્યાનું નિયાણું કરીને તેનું અવમૂલ્યન કરવું નહિ.
૨૩૬
જ્ઞાન-ક્રિયાથી મોક્ષ ज्ञानविज्ञानसंयुक्ता या क्रियात्र विधीयते ।
सावश्यं फलदा पुंसां, द्वाभ्यामुक्तमतः शिवम् ॥ “જ્ઞાન અને વિજ્ઞાન સહિત જે ક્રિયા કરાય છે તે પુરુષોને અવશ્ય ફળ આપનાર થાય છે. આ જ કારણથી જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ કહ્યો છે.”
ઉ.ભા.જ.