________________
૭૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ ક્ષુલ્લક મુનિના હૈયેથી કામવૃત્તિ નિર્મૂળ ન થઈ. પરંતુ પાંચ કારણ કાળ, નિયતિ, સ્વભાવ, પુરુષાર્થ અને કર્મ ભેગાં મળતાં જ નર્તકીની ગાથાથી તે પ્રતિબોધ પામ્યા.
૨૩૩
મનુષ્ય જન્મની દુર્લભતા यः प्राप्य मनुषं जन्म, दुर्लभं भवकोटिभिः ।
धर्मं शर्मकरं कुर्यात्, सफलं तस्य जीवितम् ॥ “જે જીવ કોટી ભવે કરીને પણ ન પામી શકાય તેવા દુર્લભ મનુષ્યભવને પામીને કલ્યાણકારી ધર્મ કરે છે. તેનું જીવન સફળ થાય છે.”
વધુમાં કહ્યું છે કે “દુઃખે પામવા લાયક મનુષ્યજન્મ પામીને ઉત્તમ પુરુષોએ કંઈક એવું કામ કરવું જોઈએ કે જેથી એક પળ પણ નકામી ન જાય.” આ અંગે એક બોધકથા છે. તે આ પ્રમાણે :
પ્રતિષ્ઠાન નગરમાં એક ધનવાન રહેતો. દિવસ-રાતનો તમામ સમય એ ધન કમાવવામાં તેમજ ભોગ-વિલાસ કરવામાં જ પસાર કરતો. છેવટે તે આર્તધ્યાનમાં મૃત્યુ પામીને તે જ નગરના એક સરોવરમાં માછલાના રૂપમાં જન્મ્યો – માછલું થયો.
શાલિવાહન નામનો એક શેઠ એ સરોવરના કાંઠે બેસીને રોજ સુપાત્ર દાન આપતો. કહ્યું છે કે : “ધર્મ અને કીર્તિ વિનાનું માણસનું જીવવું શું કામનું? જે ધર્મિષ્ઠ છે, જે કીર્તિવાન છે અને સાથોસાથ જે દાતાર છે તેનું જ જીવન સફળ થાય છે.”
એક દિવસ પેલા માછલાએ શેઠને એક મુનિને દાન આપતા જોયા. તે જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. કાળક્રમે શેઠ મરીને પ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહન નામે રાજા થયો.
આ રાજા એક વખત આ સરોવરના કાંઠા પરના એક વૃક્ષની છાયામાં આવીને બેઠો. જાતિસ્મરણ જ્ઞાન પામેલા પેલા માછલાએ તેને જોયો. જ્ઞાનના બળથી તેણે જાણ્યું કે પૂર્વભવમાં સુપાત્ર દાન દેવાના પુણ્યથી આજે આ સમૃદ્ધિવાન રાજા શાલિહવાન થયો છે. આથી લોકોને બોધ પમાડવાના હેતુથી તે માનવ-વાણીમાં બોલ્યું -
કોણ જીવે છે, કોણ જીવે છે, કોણ જીવે છે, એમ જળમાં રહેલો મત્સ્ય લોકોને પ્રતિબોધ પમાડવા ત્રણ વખત સુંદર વચન બોલે છે.”
રાજાએ રાજસભામાં જઈને આ શ્લોક કહ્યો. સૌને આશ્ચર્ય થયું. પરંતુ માછલું એમ