________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
ક્ષુલ્લક મુનિએ માતાનું મન અને માન રાખ્યાં. બાર વરસે પણ તેના મનમાંથી વાસનાની વૃત્તિઓ નિર્મૂળ ન થઈ. આથી તેણે માતાની આજ્ઞા માંગી. માતાએ કહ્યું - “તારા ગુરુદેવની આજ્ઞા લઈને જે કરવું ઘટે તે તું કરજે.”
ગુરુદેવે ક્ષુલ્લક મુનિને સમજાવ્યા. એ ન સમજ્યા ત્યારે તેમણે કહ્યું: “તારી માતાની જેમ મારા કહેવાથી બાર વરસ સંયમમાં રહે અને મારી પાસે રહીને તું ધર્મસાધના કર.”
ક્ષુલ્લકે તેમનું પણ માન રાખ્યું. બીજાં બાર વરસ વહી ગયાં, પરંતુ તેમની વૃત્તિમાં જરાય ફરક ન પડ્યો. ત્યારબાદ ક્ષુલ્લક મુનિ ઉપાધ્યાય પાસે અને આચાર્ય પાસે બાર બાર વરસ રહ્યા. આમ કુલ ૪૮ વરસ સુધી તેમણે પરાણે સંયમની સાધના કરી. તોય હૈયામાં સળવળતી કામવૃત્તિનું જરાય ઉપશમન ન થયું. છેવટે તેમણે દીક્ષા છોડી દીધી. તે સમયે માતાએ ગૃહસ્થાવસ્થામાં લાવેલી રત્નકંબલ અને રાજમુદ્રા ક્ષુલ્લકને આપી અને તેનો પૂર્વ ઇતિહાસ પણ કહ્યો.
ક્ષુલ્લક રત્નકંબલ અને રાજમુદ્રા લઈને સાકેતપુરની રાજસભામાં પહોંચ્યો. તે સમયે એક નર્તકી પોતાના કલાત્મક નૃત્યથી સભાજનોનું મનોરંજન કરી રહી હતી. લુલ્લક તેના અંગના એક એક વળાંકને અને હલન-ચલનને અનુરાગથી જોઈ રહ્યો.
નર્તકી ઘણા સમયથી નૃત્ય કરી રહી હતી. તે હવે થાકી હતી. તેની આંખોમાં અને નૃત્યના લયમાં થાક વર્તાતો જોઈને નર્તકીને નર્તકીની માતાએ ગીતના આલાપમાં કહ્યું –
સુä ગાઈએ સુકું વાઈયું, સુકું નશ્ચિએ સામસુંદરી,
અણુપાલિય દહરાઈય, સુમિસંતે મા પમાયએ; હે સુંદરી ! તેં અત્યાર સુધી ખૂબ જ સુંદર ગીત ગાયાં, નૃત્ય પણ અતિ સુંદર કર્યું, વગાડ્યું પણ ઘણું સારું, આમ ઘણી રાત વીતી ગઈ, ત્યારે હવે તું થોડા સમય માટે પ્રમાદ ન કર.” થોડા સમય માટે તું ઝાઝું હવે બગાડ નહિ. માતાની આવી પ્રેરણા મળતાં જ નર્તકી સાવધ બની ગઈ. આંખોમાંથી ઉજાગરો ખંખેરી નાંખ્યો. થાકને ભૂલી ગઈ અને અગાઉ કરતાંય વધુ ચપળતાથી તે નૃત્ય કરવા લાગી.
ક્ષુલ્લક તો આ ગાથા સાંભળીને બેહદ ખુશ થઈ ગયો. ગાથાનું અંતિમ ચરણ તેના હૈયાને ખૂબ જ સ્પર્શી ગયું. તેના ચિત્ત પર વારંવાર તે જ ચરણ ગુંજી રહ્યું : “હવે તું થોડા માટે પ્રમાદ ન કર.” આ પ્રેરણાથી ઝૂમી ઊઠીને તેણે નર્તકી પર રત્નકંબલ ન્યોચ્છાવર કરી દીધી. એને જોઈને રાજપુત્રે મણિજડિત કુંડળ ભેટ ધર્યા. મંત્રીએ મુદ્રારત્ન આપ્યું. એક સ્ત્રીએ પોતાના ગળાનો હાર ભેટ આપ્યો. રાજાના મહાવતે નર્તકીને અંકુશરત્ન આપ્યું. આ જોઈને રાજાએ આશ્ચર્યથી પૂછ્યું: “તમે સૌ મારા પહેલાં જ નર્તકીને કેમ ઈનામ આપ્યું?”
એક પછી એક સૌએ પોતાના મનની વાત નિખાલસપણે કહી. મુલ્લકે કહ્યું: “હે રાજન! હું તમારા નાના ભાઈનો પુત્ર છું. સાઠ વરસ સુધી મેં સંયમની આરાધના કરી. પરંતુ વિષયવાસનાથી