________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ વિહ્વળ બનીને મેં દીક્ષા છોડી દીધી અને મારી વૃત્તિઓને પોષવા હું તમારી પાસેથી રાજય માંગવા આવ્યો હતો, પરંતુ નર્તકીની માતાની ગાથા સાંભળીને મારો મોહ ઊતરી ગયો. કામવૃત્તિનાં વાદળ બધાં વિખરાઈ ગયાં. મને થયું કે સાઠ સાઠ વરસ સુધી તો મેં સંયમની આરાધના કરી. હવે જીવવાનાં વરસ કેટલાં બાકી રહ્યાં? તો પછી બચેલા થોડાક વરસ માટે શા માટે પાપમાં ડૂબવું? માતાએ મારી આંખ ખોલી. આથી મેં રત્નકંબળ તેમને ન્યોચ્છાવર કરીને મેં તેમને મારી ગુરુણી બનાવી.” આમ કહી તેણે પુંડરિકને રાજમુદ્રા બતાવી.
આ રોમાંચક એકરાર સાંભળીને પુંડરિક બોલી ઊઠ્યો : “હે ક્ષુલ્લક ! તું મને ક્ષમા કર. ત્યારે હું પણ કામવૃત્તિમાં ભાન ભૂલ્યો હતો. મેં મારો અંધાપો દૂર કર્યો. લે, આ રાજય. આજથી હું તને સોંપું છું, તેનો તું સહર્ષ સ્વીકાર કર.”
રાજનું ! હવે મને રાજ્યની કામના નથી. જે રાજ્ય હોવું જોઈએ તે રાજ્ય મને હવે મળી ગયું છે. આત્મરાજયથી વિશેષ મહાન બીજું એકેય રાજ્ય નથી. હવે હું તેના પર જ શાસન કરીશ.” ક્ષુલ્લકે શાંતિથી કહ્યું.
ત્યાર પછી રાજપુત્રે પોતાની વાત કરી. “હે પિતાજી ! રાજયના લોભથી હું તમારી હત્યા કરવાનો સાણસો ગોઠવતો હતો. આ ગાથા સાંભળીને થયું કે હવે પિતાજી કેટલાં વરસ જીવવાના? તે વૃદ્ધ થયા છે. આથી હવે થોડા વરસ માટે તું તેમની હત્યા કરીને પિતૃઘાતક ન બન !”
મંત્રી બોલ્યો : “હે સ્વામી! હું તમારા શત્રુઓના પક્ષમાં ભળી ગયો હતો. આ ગાથાએ મને બોધ પમાડ્યો કે “હે જીવ! તારે હવે કેટલાં વરસ જીવવાનું છે? બહુ બહુ તો દસ-પંદર વરસ, આટલાં વરસો સુધી તે રાજાની નિષ્ઠાપૂર્વક સેવા કરી તો થોડા વરસ માટે હવે તું શા માટે તેમને દગો દે છે?'
સ્ત્રીએ કહ્યું: “મારા પતિ દેશાવર ગયા છે. બાર-બાર વરસ સુધી તેમની રાહ જોઈને થાકી ગઈ. મારું યૌવન મને પજવી રહ્યું છે. આથી હું પરપુરુષનું સેવન કરવાના વિચાર કરતી હતી. આ ગાથા સાંભળીને મને થયું કે બાર વરસ તો તે કાઢી નાંખ્યાં. હવે એટલાં કંઈ થોડાં કાઢવાનાં છે? તો પછી થોડાં વરસ માટે તું શું કરવા તારા ચારિત્ર્યને ડાઘ લગાડવા તૈયાર થઈ છે!”
મહાવતે પણ એકરાર કર્યો : “શત્રુની વાતમાં આવી જઈને આજે મેં તમને હાથી પરથી નીચે ગબડાવી દેવાનો નિર્ણય કર્યો હતો પણ આ ગાથાએ મને એમ કરતાં બચાવી લીધો. આથી મેં તમારા પહેલાં નર્તકીને ઇનામ આપ્યું.”
સૌનો એકરાર સાંભળીને રાજા આશ્ચર્ય અને આનંદ બન્ને પામ્યો. ક્ષુલ્લકે એ સર્વને બોધ આપ્યો અને સૌએ સાથે દીક્ષા લીધી.
આ દષ્ટાંતનો સાર આ છે કે સંવિજ્ઞ સાધુની વરસો સુધી વૈરાગ્ય વાણી સાંભળી છતાંય