________________
૬૦_______________ __ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
જે સતત શોકમાં રહેતો હોય, સદા રોષ કરતો હોય, પારકાની નિંદા કરતો હોય, રણસંગ્રામમાં ભયંકર હોય તેવા માણસને કાપોત લેશ્યાવાળો જાણવો.
જે વિદ્વાન હોય, કરુણાવાન હોય, કાર્યાકાર્યનો વિચાર કરતો હોય, લાભ કે અલાભમાં સદા આનંદી રહેતો હોય તેવા માણસને તેજો લેશ્યાવાળો જાણવો.
જે ક્ષમાવાન હોય, નિરંતર ત્યાગવૃત્તિવાળો હોય, દેવપૂજામાં તત્પર હોય, અહિંસા સત્યાદિ પાંચ યમને ધારણ કરતો હોય, પવિત્ર હોય અને સદાય પ્રસન્ન રહેતો હોય તેવા માણસને પદ્મ લેશ્યાવાળો જાણવો.
જે રાગ-દ્વેષથી મુક્ત હોય, માનાપમાનથી રહિત હોય અને પરમાત્મભાવને પામેલો હોય તેવા માણસને શુક્લ લેશ્યાવાળો જાણવો.
આ છ વેશ્યાઓમાં પ્રથમની ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ અશુભ છે. બાકીની ત્રણ પીત, પદ્મ અને શુક્લ લેગ્યાઓ શુભ છે. આ છ વેશ્યાઓનું વિશદ સ્વરૂપ સમજવા માટે જાંબુ ખાનારા તેમજ ગામ ભાંગનારા છ છ પુરુષનાં એવાં બે દષ્ટાંત છે. તે આ પ્રમાણે -
જાંબુ ખાનારા છ પુરુષોનું દૃષ્ટાંત છ જણ જંગલમાં ગયા. ત્યાં તેમને કકડીને ભૂખ લાગી. એ સમયે તેમણે એક જાંબુનું ઝાડા જોયું. પાકેલા જાંબુના ભારથી ઝાડની ડાળીઓ લચી પડી હતી. તેને જોઈને છએ જણાએ જુદા જુદા વિચાર ને ભાવ રજૂ કર્યા.
એકે કહ્યું : “શા માટે આપણે ઝાડ ઉપર ચડવું જોઈએ? તેને મૂળથી જ કાપી નાંખીએ એથી ઝાડ ધરાશાયી થઈ જશે. પછી આપણે નિરાંતે જાંબુ ખાઈ શકીશું.' - આવા વિચાર, વૃત્તિ અને ભાવ કૃષ્ણ લેશ્યાથી થાય છે.
બીજાએ કહ્યું : “આપણે થોડાંક જ, પેટ ભરાય તેટલાં જાંબુ ખાવાં છે. તો પછી આખું ઝાડ કાપી નાંખવાનો શો અર્થ છે? તેનાં કરતાં તો એકાદ ડાળીને તોડી પાડીએ તો?” આવા વિચાર, વૃત્તિ અને ભાવ નીલ ગ્લેશ્યાથી થાય છે.
ત્રીજાએ કહ્યું : “આખી ડાળી શા માટે તોડવી જોઈએ? તેની નાની ડાળખી જ તોડીએ આવા વિચાર, વૃત્તિ અને ભાવ કાપોત લેશ્યાથી થાય છે.
ચોથાએ કહ્યું : “નાની ડાળખી પણ શા માટે તોડવી જોઈએ ? આખો ગુચ્છો જ તોડી લઈએ.” - આવા વિચાર, વૃત્તિ ને ભાવ તેજો વેશ્યાથી થાય છે.
પાંચમાએ કહ્યું: “આખો ગુચ્છો પણ શા માટે તોડવો જોઈએ? પાકેલાં જાંબુ જ તોડીએ.” - આવા વિચાર, વૃત્તિ ને ભાવ પદ્મ લેશ્યાથી થાય છે.