________________
૬
mm
-
-
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ આ બધી માન્યતાઓ એકાંતિક અને આત્યંતિક છે. આંશિક અને સાપેક્ષ છે. કારણ સમયાદિકથી પરિણામ પામતો કાળ સમાન હોવા છતાં પણ ફળમાં વૈવિધ્ય છે. દા.ત. એક શેઠને ત્યાં અનેક નોકર-ચાકરી છે. તે દરેક સરખા કલાક જ કામ કરે છે. પરંતુ દરેકના પગાર અને પ્રતિષ્ઠા ભિન્ન ભિન્ન હોય છે. જમીનમાં બીજ તો એક સરખાં જ વાવવામાં આવે છે. પણ તેથી ઊગેલાં વૃક્ષ ભિન્ન ભિન્ન પ્રમાણમાં હોય છે. આથી કોઈ એકાદને જ સર્વનું કારણ માનવામાં મિથ્યાત્વ છે. પાંચ કારણો પરસ્પર મળવાથી પોતપોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના કાર્ય સિદ્ધ કરી આપે છે. આમ માનવાથી જીવ સમ્યકત્વને પામે છે.
આ અંગે ભગવતી સૂત્રની વૃત્તિના પહેલા શતકના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કેઃ “ભવિષ્યમાં વેદવા લાયક કર્મનો ક્ષય કરવા માટે કારણ વિશેષ કરીને તેને ખેંચીને ઉદયાવળીમાં પ્રવેશ કરે તે ઉદીરણા કહેવાય છે. તે ઉદીરણાદિકમાં કાળ, સ્વભાવાદિ પાંચેય કારણભૂત છે. તો પણ પુરુષાર્થને મુખ્ય કારણ બતાવતાં કહે છે કે – “વું તે અંતે પાળવેવ સતીત્તે’ - “હે ભગવાન! તે કર્મની ઉદીરણા આત્મા પોતે જ કરે છે.”
આ કાળાદિક એક વખત કાર્યની અપેક્ષાએ કારણભૂત થાય છે. તે સંદર્ભમાં બીજા શ્રુતસ્કંધમાં ‘વચ્છ ઇન્ને મધને 5' ઇત્યાદિ કહ્યું છે. અર્થાત્ શ્રુત ચારિત્રાત્મક એવો જે આત્માનો પરિણામ તે કર્મક્ષયનું કારણ હોવાથી ધર્મ કહેવાય છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ આત્માના જે પરિણામ તે કર્મબંધના કારણ હોવાથી અધર્મ કહેવાય છે, કાળવાદી, ઈશ્વરવાદી વગેરે આવા પ્રકારના ધર્મ અને અધર્મને માનતા નથી.
પરંતુ ધર્મ અને અધર્મ વિના એકાંતપણે કાળ વગેરે જ સર્વ જગતની વિચિત્રતાનું કારણ છે તેવું એકાંતે કદી માનવું નહિ. કારણ ધર્મ અને અધર્મ વિના સંસારની વિચિત્રતા ઘટતી નથી. ધર્મ એ સમ્યગ્દર્શન છે, અધર્મ મિથ્યાદર્શન છે. સમ્યગ્દષ્ટિએ તે પાંચે કારણરૂપ જાણેલા છે. કારણ તેણે એ જ રીતે સૃષ્ટિની સિદ્ધિને જોઈ છે.
શિષ્ય પૂછે છે : “અભવ્ય પ્રાણી અનેક જીવ સિદ્ધિએ ગયાના કાળને પામ્યો છે. તો પણ એ અભવ્ય સિદ્ધિને કેમ નથી પામતો?'
ગુરુ: “અભવ્ય પ્રાણીનો સ્વભાવ સિદ્ધિએ જવાનો નથી. કોઈ કાળે પણ તેના હૈયે એવો ભાવ થતો નથી. કારણ તેને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક અનાદિ અનંત ભાંગે છે.”
શિષ્ય: “તો મુક્તિ પામવાના સ્વભાવવાળા બધા જ ભવ્ય જીવો એક જ કાળે કેમ સિદ્ધિ પામતા નથી ?”
ગુરુઃ “નિશ્ચય કરીને સમ્યકત્વાદિ ગુણ જાગ્રત થાય ત્યારે મોક્ષ મળે છે. માટે નિયતિ હોવી જોઈએ.”