________________
રૂ
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ એક દિવસ તેણે આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્રશ્રીને વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! મૃત્યુને કોઈ જીતવાનો ઉપાય છે! હોય તો કૃપા કરીને મને બતાવો.” ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું -
હે રાવણ ! પંડિતને, વેદવિજ્ઞ બ્રાહ્મણને, ધન સુવર્ણની સમૃદ્ધિવાળાને, બાહુના પરાક્રમ વાળા રાજાને, નિરંતર તપસ્યા કરનારને, સારી સ્થિતિવાળાને તેમજ નબળી સ્થિતિવાળાને કોઈને પણ મૃત્યુ છોડતું નથી. કારણ કે વનમાં રહેલા દાવાનળની જેમ યમ (મૃત્યુ) સર્વભક્ષી છે.”
“હે લંકેશપતિ ! જે અસુરકુમારો પાતાળમાં વસેલા છે, જે વ્યંતરો સ્વેચ્છાચારી છે, જે જયોતિષ વિમાનવાસી દેવો તારા અને ચન્દ્ર વગેરે છે અને જે સુધર્માદિ વિમાનમાં સુખેથી વસેલા વૈમાનિક દેવતાઓ છે, તે બધા જ પરાધીનપણે યમરાજાના વાસમાં જાય છે અર્થાત મરણ પામે છે). તો પછી હે રાવણ ! તું શા માટે શોક અને ચિંતા કરે છે.”
અને મૃત્યુને જીતવાનો એક જ ઉપાય ધર્મ-સાધના છે. જેઓ શુભ ભાવથી અને શુદ્ધ રીતે ધર્મની સાધના કરે છે તેઓ મૃત્યુ પર વિજય મેળવે છે. કાળક્રમે તેઓ મૃત્યુમાંથી મુક્તિ પામે છે.” આચાર્ય ભગવંતનો આ ઉપદેશ સાંભળીને રાવણ ધર્મસાધનામાં વધુ રત અને મગ્ન રહેવા લાગ્યો.
ભવ્ય જીવોએ પણ મૃત્યુને નિશ્ચિત જાણીને જીવનની પળેપળનો ઉપયોગ આત્મસાધનામાં કરવો જોઈએ.
૨૩૧ કર્મ પરિણામની પ્રબળતા देवेन्द्रा दानवेन्द्राश्च, नरेन्द्राश्च महाबलाः ।
नैव कर्मपरिणामन्यथा, कर्तुमीश्वराः ॥ “દેવેન્દ્રો, દાનવેન્દ્રો તેમજ બળવાન રાજાઓ પણ કર્મના પરિણામને મિથ્યા કરવા સમર્થ નથી.”
રત્નચન્દ્રનું દૃષ્ટાંત રાજા રિપુમર્દનને સંતાનમાં માત્ર એક કન્યા જ હતી. તેનું નામ ભાવિની. પિતાની તે ખૂબ જ લાડકી દીકરી હતી. તેના બધા જ લાડ પિતા પૂરા કરતા.
ભાવિની કળાચાર્ય પાસે અભ્યાસ કરતી હતી. આ કળાચાર્ય પાસે ધનદ શેઠનો પુત્ર કમરખ પણ અભ્યાસ કરતો હતો. ભાવિની કરતાં ઉંમરમાં તે ઘણો નાનો હતો.