________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ “કાંઈ પણ ઉદરપૂર્તિ કે દ્રવ્ય પ્રાપ્તિ વગેરેના કારણ વિના ફોગટ નિરંતર ઈન્દ્રાદિકની સેવા કરવી, વધુ શક્તિશાળી દેવતાઓથી પરાભવ પામવો, બીજાને વધારે ઋદ્ધિમાન જોઈને ઈર્ષા આવવી, આગામી ભવમાં ગર્ભની સ્થિતિ થવાની જોઈને તેમજ દુર્ગતિ થવાની જાણીને તેથી ભયભીત થવું, ઈત્યાદિ દેવગતિમાં પણ નિરંતર દુઃખો રહેલાં છે. તેથી સરવાળે દુઃખ આપતાં એવાં સુખનો શો અર્થ છે?”
“વળી મનુષ્ય ગતિમાં પણ સાત પ્રકારનો ભય, અન્ય જનોથી પરાભવ, ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, અનેક પ્રકારની વ્યાધિઓ, કુપુત્રાદિ સંતતિ વગેરેથી થતાં દુઃખો જ રહેલાં છે. આથી મનુષ્યભવ પણ નિરસ અને અસાર લાગે છે. તો તેને તું પુણ્યોપાર્જનથી સરસ અને સાર્થક કર.” (આ પાંચેય શ્લોકાર્ધ શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમમાંથી લીધા છે). આમ ચારેય ગતિમાં દુઃખો રહેલાં છે.
पक्षिसमं नृणां जन्म, गुणाकरं प्रमादतः ।
लब्ध्वा न हिंसनीयं तत्, येन त्वं सद्गतिं भजेः ॥ “પક્ષી સમાન ગુણના સ્થાનભૂત આ મનુષ્ય જન્મને પામીને પ્રમાદ વડે તેને હણી નાંખવો નહિ (અર્થાત્ વૃથા ખોઈ નાંખવો કે હારી જવો નહિ). તેથી તેને સદ્ગતિ મળે.
૨૨૯
પાંચ કારણો कालादिपंचभिः कार्यमन्योऽन्य सव्यपेक्षकैः ।
संपृक्ता यांति सम्यक्त्वमिमे व्यस्ताः कुदर्शनम् ॥ “કાળ વગેરે પાંચ કારણો પરસ્પર અપેક્ષાવાળા થઈને કાર્યને સાધે છે. તે પાંચને સંબંધવાળા માનવાથી સમ્યકત્વ કહેવાય છે અને જુદા અંગીકાર કરવાથી મિથ્યાત્વ કહેવાય છે.”
જૈનમત પ્રમાણે સર્વદષ્ટ અને અદષ્ટકાર્ય કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થઆ પાંચ કારણોથી સિદ્ધ થાય છે. તે પાંચેય અનેકાનેક સ્વભાવવાળા હોવાથી દરેક કાર્ય સાધવામાં સમર્થ છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે સન્મતિ સૂત્રના ત્રીજા ખંડમાં કહ્યું છે કે -
कालो सहाव नियइ, पुवकयं पुरिसकारणं पंच ।
समवाये सम्मत्तं, एगंते होइ मिच्छत्तम् ॥ “કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ-આ પાંચ સમવાય વડે કાર્યસિદ્ધિ