________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
~ ~ ~ ૨૨૬
લેશ્યાનું સ્વરૂપ कीर्तिधरमुनीन्द्रेण प्रियंकरनृपं प्रति ।
लेश्यास्वरूपमाख्यातं तच्छ्रुत्वासौ शुभां दधौ ॥ “કીર્તિધર મુનીન્દ્ર પ્રિયંકર રાજાને વેશ્યાનું સ્વરૂપ સમજાવ્યું. ને સમજીને પ્રિયંકરે તેમાંથી શુભ લેશ્યાનો સ્વીકાર કર્યો.”
પ્રિયંકર રાજાની કથા અક્ષયપુરનગરના રાજા અરિદમનને એક પુત્ર હતો. તેનું નામ પ્રિયંકર. એક સમયે અરિદમને જ્ઞાની મુનિશ્રી કીર્તિધરને વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! મારું મૃત્યુ કેવી રીતે થશે. ક્યારે થશે અને મારીને હું ક્યાં જઈશ?” મુનિએ કહ્યું: “હે રાજનું આજથી સાતમા દિવસે તારું મૃત્યુ વીજળી પડવાથી થશે અને મારીને તું વિષ્ટામાં બેઈન્દ્રિય કીડારૂપે ઉત્પન્ન થઈશ.”
આ સાંભળીને અરિદમને પુત્ર પ્રિયંકરને કહ્યું: “વિષ્ટામાં હું કીડો થાઉં ત્યારે તારે મને મારી નાંખવો.” સાતમા દિવસે વીજળી પડવાથી અરિદમનનું મૃત્યુ થયું. તેનો જીવ વિષ્ટામાં કીડારૂપે ઉત્પન્ન થયો. પિતાના કહેવા મુજબ પ્રિયંકર કીડાને મારવા ગયો. કીડો મરવા માટે રાજી ન હતો. આથી પ્રિયંકરે મુનિશ્રીને પૂછ્યું: “હે પૂજયવર ! શું આ કીડો મારો પિતા છે? અને વિષ્ટામાં એ દુઃખી થાય છે તો તે મરવાનું કેમ નથી ઇચ્છતો? મુનિશ્રીએ કહ્યું -
अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये ।
समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः ॥ વિષ્ટામાં રહેલા કીડાને તેમજ સ્વર્ગમાં રહેલા ઇન્દ્રને જીવવાની ઇચ્છા સરખી જ હોય છે અને તે બન્નેમાં મરણનો ભય સમાન જ હોય છે.”
પ્રિયંકરે ફરી વિનયથી પૂછ્યું - “હે મુનિરાજ ! જીવની ગતિ કેવી રીતે થતી હશે? મારા પિતા કીડા થયા તો તે કેવી રીતે થયા?' મુનિશ્રીએ કહ્યું- હે રાજનું! જીવોને જેવી લેશ્યાના પરિણામ હોય તેવી તેની ગતિ થાય છે. આવી વેશ્યા છ પ્રકારની છે અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે -
જે માણસ મહારૌદ્રધ્યાની હોય, સદા ક્રોધી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ધર્મથી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તે કૃષ્ણ લેશ્યાવાળો જાણવો.
જે માણસ આળસુ, મંદ બુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પર છેતરનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય તેને નીલ ગ્લેશ્યાવાળો જાણવો.