________________
૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ બનીને ઝૂમવું વગેરે હર્ષનાં લક્ષણો છે. શાસ્ત્રકારોએ આવા પ્રકારના હર્ષને દુર્ગાને કહ્યું છે. અધમ પુરુષો જ આવું દુર્ગાન-આવો હર્ષ કરે છે. કહ્યું છે કે :
परवसणं अभिनंदइ निरवेक्खो निद्दओ निरणुतावो।
हरिसिज्जइ कयपावो, रूद्दज्झाणोवगयचित्तो ॥ “રૌદ્ર ધ્યાનમાં ઉપગત ચિત્તવાળો જીવ બીજાને દુઃખમાં જોઈને રાજી થાય છે. નિરપેક્ષપણે વર્તે છે, નિર્દય હોય છે અને પાપ કરીને પસ્તાવો ન કરતાં ઊલટું તે પાપ કરીને રાજી થાય છે.” બીજા એક સ્થળે કહ્યું છે કે :
બ્રાહ્મણો ભોજનથી હર્ષ પામે છે, મોર મેઘગર્જનાથી હર્ષ પામે છે, સાધુઓ પર કલ્યાણથી હર્ષ પામે છે અને ખળ-લુચ્ચા પુરુષો બીજાના દુઃખને જોઈને રાજી થાય છે.”
આમ આ છ જીવનવિકાસના શત્રુઓ છે. આત્મસાધનામાં તે અવરોધક છે. તેના સેવનથી લોકમાં નિંદા અને અપકીર્તિ થાય છે. તેમજ આ શત્રુઓ અનર્થ પણ કરાવે છે. આ લોકમાં તો આ છ શત્રુઓ ભયજનક અને દુઃખજનક છે જ, સાથોસાથ તે પરલોકમાં પણ જીવને પરેશાન કરે છે. જીવને તે બધાં દુર્ગતિમાં લઈ જાય છે. કહ્યું છે કે :
જે વિવેકી પુરુષો આ છ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરે છે તે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ ધર્મકાર્ય, સત્કીર્તિ, સુખ અને શોભા વગેરેને પામે છે.”
૨૨૪
અપ્રમત્ત બનવું शिथिलाः संयमयोगे, भूत्वा भूयोऽप्रमादिनः ।
भवन्ति ते प्रशस्याः स्युर्यथा सेलकसाधवः ॥ બજેઓ ચારિત્રયોગને વિષે શિથિલ થઈને પણ ફરીથી અપ્રમાદી થાય છે તેઓ સેલક સાધુની જેમ પ્રશંસા કરવા યોગ્ય છે.”
સેલક મુનિનું દૃષ્ટાંત ભગવાન શ્રી નેમિનાથની દેશનાથી પ્રતિબોધ પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરનાર થાવગ્સાપુત્ર આચાર્ય અનેક જીવોને વૈરાગ્ય અને વ્રત પમાડતા પમાડતા સેલકપુર પધાર્યા. નગરના રાજા સેલક સપરિવાર તેમને વંદન કરવા ગયો અને તેમની ધર્મદેશના સાંભળી. રાજમહેલમાં પાછા ફરી તેણે મંત્રીઓ અને રાણીઓ આદિ રાજપરિવારને ભેગો કર્યો અને કહ્યું: “હે ભવ્યો !