________________
૫૨.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ચંડકૌશિકની જેમ દુર્ગતિ થાય છે. ગુસ્સાના ખરાબ પરિણામને નજર સમક્ષ રાખીને ક્યારેય કોઈના ઉપર ગુસ્સો કરવો નહિ. કહ્યું છે કે -
જે સંતાપને વિસ્તારે છે, વિનયને છેદી નાંખે છે, મૈત્રીને ઉખેડી નાંખે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપકારી વચનોને જન્મ આપે છે, કીર્તિને કાપી નાંખે છે, દુર્તિને વિસ્તાર છે, પુણ્યના ઉદયનો નાશ કરે છે અને નરકાદિ મુગતિને આપે છે તેવા દૂષણવાળા ક્રોધનો-ગુસ્સાનો સપુરુષોએ ત્યાગ કરવો જોઈએ.”
૩. લોભ એટલે દાન આપવા યોગ્ય પાત્રને યથાશક્તિ દાન ન આપવું, યોગ્ય ક્ષેત્રમાં દાન ન કરવું, સંગ્રહની વૃત્તિથી ધન ભેગું જ કરે જવું. અન્યાય અને અપ્રમાણિકતાથી ધન મેળવવું. આ બધાં લોભનાં લક્ષણો છે. લોભને સર્વ પાપોનું મૂળ કહ્યું છે. લોભ માટે મમ્મણ શેઠ, સાગર શ્રેષ્ઠી; સુભૂમ ચક્રવર્તી, લોભનંદી આદિનાં દાંતો જાણીતાં છે. લોભી માણસો ન કરવાનાં કૃત્યો કરે છે અને અંતે અનેકવાર દુર્ગતિમાં ભટકે છે. કહ્યું છે કે
क्रयविक्रयकुटतुला-लाघवनिक्षेपभक्षणव्याजैः ।
एते हि दिवसचौरा, मुष्णंति महाजने वाणिजाः ॥ મહાજનમાં ગણાતા આ વણિકરૂપી દિવસના ચોરો લેવા તથા દેવાના ખોટા તોલમાપ કરીને, લઘુ લાઘવી કળાથી વધુ લઈ ઓછું આપીને, થાપણ રાખેલાં દ્રવ્યનું ભક્ષણ કરીને અને વ્યાજનો વેપાર કરીને દુનિયાને લૂંટી લે છે.”
हत्वा धनं जनानां, दिनमखिलं विविधवचनरचनाभिः ।
वितरति गृहे करोति कष्टेन वराटिका त्रितयम् ॥
લોભી માણસ આખો દિવસ વિવિધ પ્રકારનાં વચનની રચના કરીને માણસોના ધનનું હરણ કરે છે, પણ તે નીચ લોભી માણસ પોતાના ઘરમાં ત્રણ કોડી પણ મહામુશ્કેલીએ વાપરે
છે.”
આમ લોભનો થોભ નથી. થોડું મળે તો વધુની લાલચ થાય છે. લોભી માણસને ગમે તેટલું મળે તો પણ તેને કદી સંતોષ થતો નથી. આ લોભવૃત્તિ જીવનના આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ માટે બાધક છે. આથી જીવનને સુખી બનાવવા માટે લોભવૃત્તિનો ત્યાગ કરવો અને જેટલું ને જેવું મળ્યું હોય તેમાં પરમ સંતોષ માણવો. કારણ સંતોષ જેવું એકેય ધન નથી.
૪. માન એટલે દુરાગ્રહ-જક્કીપણું. બીજાનું સાંભળવું નહિ અને પોતાનો જ કક્કો ખરો કર્યે રાખવો. આ માન તત્ત્વ નહિ જાણનાર દુર્યોધન જેવી વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે છે. કહ્યું છે કે