________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૨૩.
આંતરિક છ શત્રુઓનો ત્યાગ કરવો कामः क्रोधस्तथा लोभो, हर्षो मानो मदस्तथा ।
षड्वर्गमुत्सृजेदेवं, तस्मिस्त्यक्ते सुखी भवेत् ॥ “કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદ આ છ (માનસિક) શત્રુઓનો ત્યાગ કરવો. કારણ કે તે બધાનો ત્યાગ કરવાથી જ માણસ સુખી થાય છે.”
૧. કામ એટલે વિષય વાસના (સેક્સ). બ્રહ્મચર્ય વ્રતનું આજીવન પાલન થઈ શકે તો તે ઉત્તમ છે. એવા ઉત્કૃષ્ટ સંયમ ન પાળી શકાય તો લગ્નજીવન જીવીને પોતાની વાસનાઓને શક્ય વધુ મર્યાદિત બનાવવી જોઈએ. પરણેલા પુરુષે પરસ્ત્રી પ્રત્યે અને પરણેલી સ્ત્રીએ પરપુરુષ પ્રત્યે તેને ભોગવવાની દૃષ્ટિથી જોવું નહિ. વિચારવું નહિ તેમજ પરસ્ત્રી અને પરપુરુષ સાથે ભોગ ભોગવવા નહિ. લગ્નજીવનમાં સ્વદારા સંતોષ અને સ્વપુરુષ સંતોષ રાખવો. આ ઉપરાંત શક્ય તેટલા વધુ દિવસ સંયમ પાળવો અને પુરુષ પુરુષ સાથેનો તેમજ સ્ત્રી સ્ત્રી સાથેનો સજાતીય ભોગ સંબંધનો તો સર્વથા અને સદા ત્યાગ કરવો.
ઇતિહાસ સુપ્રસિદ્ધ છે કે સતી સીતા પ્રત્યે રાવણે કુદૃષ્ટિ કરી તેથી તેની સોનાની લંકા બળી ગઈ અને પોતે યુદ્ધમાં માર્યો ગયો. જીવતાં તે પણ બદનામ થયો અને મૃત્યુ પછી પણ તે બદનામ રહ્યો. પરસ્ત્રી અને પરપુરુષના સેવનથી જીવો અશુભ અને નીચ ગતિમાં જાય છે. કહ્યું છે કે -
तावन्महत्त्वं पांडित्यं, कुलीनत्वं विवेकिता ।
यावज्ज्वलति चिंतार्तन पापः कामपावकः ॥ જ્યાં સુધી માણસના ચિત્તમાં-મનમાં કામવાસનારૂપી દુષ્ટ અગ્નિ પ્રજ્વલિત થયો નથી ત્યાં સુધી જ તેની મહત્તા, તેનું કુલીનપણું અને તેનું વિવેકપણું રહે છે. આ સાથે જ આમ પણ કહ્યું છે કે :
नान्यः कुतनयादाधिर्व्याधिर्नान्यः क्षयामयात् ।
नान्यः सेवकतो दुःखी, नान्यः कामुकतोऽन्धलः ॥ કુપુત્રથી વિશેષ કોઈ આધિ નથી, ક્ષય રોગથી વધીને કોઈ મહારોગ નથી. સેવક-નોકર જેવો કોઈ બીજો દુઃખી નથી અને કામી પુરુષ જેવો બીજો કોઈ આંધળો નથી.
૨. ક્રોધ એટલે ગુસ્સો. વિચાર કર્યા વિના આવેશમાં આવી જઈને સામા માણસને ગમે તેમ બોલવું, કડવા અને કડક શબ્દો બોલવા. ગાળો દેવી, અપમાન કરવું, મારવું, સતાવવું વગેરે ક્રોધનાં લક્ષણો છે. ક્રોધનાં કડવાં ફળ તો જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. ક્રોધ કરવાથી