________________
૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
હતા છતાંય મેં આપને જગાડ્યા છે. ધિક્કાર છે મને, પરંતુ મેં આપને ખામણાં ખમાવવા જ જગાડ્યા છે. આપ તો કરુણાળુ અને દયાળુ છો. આપ મારા આટલા અપરાધને ક્ષમા કરો, ક્ષમા કરો.”
શિષ્યની વિનમ્ર અને આર્ટ વાણી અને ખામણાની વાત સાંભળીને સેલકાચાર્યના હોશ ઠેકાણે આવી ગયા. તે સફાળા બેઠા થઈ ગયા અને આત્મનિંદા કરવા લાગ્યા. શિષ્યને ભીના કંઠે કહ્યું : હે વત્સ ! તેં કોઈ જ અપરાધ નથી કર્યો. તેં તો આજ મારા પર અનહદ ઉપકાર કર્યો છે. ભાન ભૂલેલા એવા મને તેં જગાડ્યો છે. જગાડીને તેં મને ડૂબી મરતો બચાવ્યો છે. હે વત્સ ! તેં તારા નામને સાર્થક કર્યું છે. ખરેખર ! રસમાં લોલુપ બનીને મેં મારો ભવ અને સંયમ બને ગુમાવ્યાં છે. ન કરવાનું મેં કર્યું છે. તેં મને એની યાદ આપીને મારા ઉપર ઉપકાર કર્યો છે. તું મારો શિષ્ય નહિ પણ મારો ગુરુ છે, મારો ઉપકારી છે તું.”
ગુરુની આવી લઘુતા જોઈને પંથકમુનિની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. ગુરુ અપ્રમાદમાંથી જાગ્યા તેથી તેનું હૈયું આનંદથી ઊભરાઈ આવ્યું અને બીજી સવારે ગુરુ, શિષ્ય બન્ને મંડુક રાજાને કહીને ત્યાંથી વિહાર કરી ગયા.
સેલનાચાર્યે પ્રમાદના પાપની આલોયણા લીધી. એ પછી હવે તે પળેપળ સાવધ અને સજાગ રહ્યા અને અપ્રમત્તભાવે સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા રહ્યા. વિહાર કરતાં અનેક જીવોને તેમણે પ્રતિબોધ પમાડ્યા. અનુક્રમે વિહાર કરતા શિષ્ય પરિવાર સહિત તેઓશ્રી શ્રી સિદ્ધાચલ પધાર્યા અને ત્યાં એક માસનું અનશન કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામીને મોક્ષગતિને પામ્યા.
સાધક અને મુમુક્ષુ જીવો માટે સેલનાચાર્યનું જીવન પ્રેરણાદાયી છે. સાધના તો અપ્રમત્તપણે જ કરવી જોઈએ. આમ છતાંય ક્યારેક પ્રમાદી બની જવાય, સંયમ તૂટી જાય તો પણ તુરત સાવધાન થઈ જવું જોઈએ. લપસી જવાય તો પણ પડીને ફરીથી ઊભા થઈ જવું જોઈએ. આમ જે સાધકો અને મુમુક્ષુઓ અપ્રમત્તપણે આત્મસાધના કરે છે, તેઓ જરૂર સકલ કર્મથી મુક્ત થાય છે.
૨૨૫ કારતક પૂર્ણિમાનું મહાભ્યા यः कुर्यात् कार्तिकीराका-मत्राईद्धयानतत्परः । स भुक्त्वा सर्व सौख्यानि, निर्वृत्तिं लभते ततः ॥