________________
~~
૪૭
પણ નાશ પામે છે. વિટ
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ અને અધમ માણસોની સોબતથી સારું શીલ પણ નાશ પામે છે. વિદ્વાન અને અનુભવીઓએ પણ કહ્યું છે કે પારસમણિના સંગથી લોઢું પણ સોનું બની જાય છે. જ્યારે ઉત્તમ જાતિનો શંખ અગ્નિનો સંગ કરવાથી નાશ પામે છે. આથી “હે વત્સ ! તું વિદ્વાનોનો સંગ કર, ધર્મ કર. અને આપણા કુળની આબરૂ વધે તેવું ઉત્તમ જીવન જીવ.”
પ્રભાકરે તડાફ કરતાં કહ્યું : “પિતાજી ! આ બધી ડાહી ડાહી માત્ર વાતો છે. જીવનમાં તેની કોઈ જ કિંમત નથી. શાસ્ત્રોથી પેટ ભરાતું નથી. કાવ્યોથી કંઠની તરસ છિપાતી નથી. સંસારમાં સર્વત્ર ધનની જ મહત્તા છે. એ સિવાયની બધી જ કળાઓ નિષ્ફળ અને નિરર્થક છે.”
પુત્રનો ઉદ્ધત જવાબ સાંભળીને પિતા મૌન રહ્યા અને ઠેઠ મરણ પથારીએ બોલાવીને કહ્યું : “હે વત્સ ! હવે હું થોડા સમયનો મહેમાન છું. આજ સુધી તે મારી વાત ક્યારેય માની નથી. પરંતુ આજે છેક છેલ્લી ઘડીએ તને જે કહું છું તે જરૂર માનજે.”
ખુલ્લા મનથી કહો, પિતાજી ! તમારું છેલ્લું કહેવું એ ચોક્કસ ધ્યાનમાં રાખીશ. આ મારું તમને વચન છે.” ત્યારે પિતા દિવાકરે કહ્યું: “હે વત્સ ! મારી આ બે વાત સદાય ધ્યાનમાં રાખજે કે –
કદરદાન સ્વામીનો સંગ કરનાર, ઉત્તમ કુળની સ્ત્રી સાથે લગ્ન કરનાર અને નિર્લોભી મિત્ર કરનાર જીવનમાં ક્યારેય ખેદ પામતો નથી. ઉત્તમ પુરુષોની સોબત કરનાર, પંડિતો સાથે વાર્તાલાપ કરનાર અને નિર્લોભી મિત્ર કરનાર ક્યારેય ખેદ પામતો નથી.” આટલું કહીને પિતા મૃત્યુ પામ્યો. થોડા દિવસ બાદ પ્રભાકરે પિતાની વાતની કસોટી કરવાનું નક્કી કર્યું.
આ માટે પ્રભાકર વીરપુર નગર છોડીને બીજા ગામે ગયો. એ ગામમાં સિંહ નામનો એક ક્ષત્રિય રહેતો હતો. સ્વભાવે તે કૃતની હતો. પ્રભાકર તેના આશરે જઈને રહ્યો. અહીં તેણે લોભનંદી સાથે દોસ્તી બાંધી. લોભનંદી નામ પ્રમાણે અતિ લોભી અને કૃતઘ્ની પણ હતો. સમય જતાં પ્રભાકરે સિંહની એક દાસી સાથે લગ્ન પણ કર્યા.
એક દિવસે પ્રભાકર સિંહની સાથે રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરીને રાજાને એક શ્લોક સંભળાવ્યો :
मूर्खा मूखैः समं संगं, गावो गौमिर्मुगा मृगैः ।
सुधीभिः सुधियो यांति, समशीले हि मित्रता ॥ “મૂર્ણ મૂર્ખની સાથે, ગાયો ગાયોની સાથે, મૃગ મૃગની સાથે અને પંડિતો પંડિતોની સાથે સોબત કરે છે. અર્થાત્ સમાન સ્વભાવવાળા વચ્ચે જ મૈત્રી હોય છે.”
રાજાએ શ્લોક સાંભળીને પ્રભાકરને ગામ અને ગરાસ આપ્યાં. બીજું પણ દ્રવ્ય વગેરે આપ્યું. પ્રભાકરે એ બધું સિંહ, દાસી અને મિત્ર લોભનંદી વચ્ચે વહેંચી દીધું. આથી એ ત્રણેય પ્રભાકર પર ખૂબ જ ખુશ થયા.