________________
૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૨૨૧
નિરતિચાર મુનિજીવનનું ફળ बहुकालं व्रतं चीर्णं सातिचारं निरर्थकम् । एकमपि दिनं साधोर्व्रतं शुचि शुभंकरम् ॥
“અતિચાર સહિત ઘણા સમય-વર્ષો સુધી વ્રતનું આચરણ કર્યું હોય તો પણ તે નિરર્થક છે અને માત્ર એક જ દિવસ પવિત્રપણે અર્થાત્ અતિચાર રહિત મુનિવ્રતનું પાલન કર્યું હોય તો પણ તે શુભ ફળ આપે છે.”
પુંડરિક-કંડરિકની કથા
પુંડરિક અને કંડરિક બન્ને સગા ભાઈઓ, મહાપદ્મ રાજાના બન્ને પુત્ર, પિતાએ દીક્ષા લેતાં અગાઉ મોટા પુત્ર પુંડરિકને રાજગાદી અને નાના પુત્ર કંડરિકને યુવરાજ પદવી આપી. થોડાં વરસો બાદ તેમના નગરમાં એક મહાજ્ઞાની શ્રમણ પધાર્યા, તેમના ઉપદેશથી બન્ને ભાઈઓને સંસાર પર વૈરાગ્ય-ભાવ ઉત્પન્ન થયો.
કંડરિકે કહ્યું : ‘મોટાભાઈ ! મને હવે સંસાર અસાર લાગે છે. હું તો દીક્ષા લઈશ.’ પુંડરિકે પ્રેમથી કહ્યું : ‘કંડરિક ! તારી ઊંચી ભાવનાની હું અનુમોદના કરું છું. પરંતુ દીક્ષા લેવાની તારી હજી ઉંમર નથી, તું નાનો છું. તેં હજી સંસારનાં સુખ જોયાં પણ નથી. તને ખબર નથી કે મન કેવું ચંચળ અને તોફાની હોય છે. યુવાનીમાં મનને સંયમમાં રાખવું ખૂબ જ કઠણ છે. માટે તું તારા મનને બરાબર કેળવ અને એ પછી તું દીક્ષા લેજે. અત્યારે તો તું જ રાજ્ય સંભાળ અને મને દીક્ષા લેવાની અનુમતિ આપ. કારણ ભોગો પરથી મારો રસ હવે ઊતરી ગયો છે.” આમ કંડરિકને મોટાભાઈએ ઘણું સમજાવ્યો. પણ તે દીક્ષા લેવા મક્કમ રહ્યો. આથી પુંડરિકે તેને ધામધૂમથી દીક્ષા અપાવી અને પોતે અનાસક્તભાવથી રાજ્યની જવાબદારી સંભાળવા લાગ્યો.
દસ-બાર વરસ બાદ કંડરિક મુનિ પોતાના ગુરુ ભગવંત સાથે પોતાને વતન પધાર્યા. મોટાભાઈ પુંડરિક નાનાભાઈ મુનિને વંદન કરવા ગયો. તેણે જોયું કે તપથી મુનિનું શરીર સાવ હાડપિંજર જેવું થઈ ગયું છે. ભક્તિભાવથી તેણે મુનિના પગ દબાવ્યા. પગનો સ્પર્શ થતાં તેને લાગ્યું કે મુનિના શરીરમાં તો અનેક રોગો ઘર કરીને બેઠા છે. આથી ગુરુની આજ્ઞા અને અનુમતિ લઈને તે કંડરિક મુનિને સારવાર કરવા માટે પોતાના રાજમહેલમાં લઈ આવ્યો.
કુશળ રાજવૈદોએ મુનિની ઉત્તમ સારવાર કરી. પુંડરિકે પણ પોતે તેમની સેવા-ચાકરી કરી. યોગ્ય ઔષધ અને ઉત્તમ સાર-સંભાળથી થોડા જ સમયમાં મુનિના બધા જ રોગો નિર્મૂળ થઈ ગયા. નીરોગી થતાં જ કંડરિક મુનિ રાજભોગમાં લોલુપ બની ગયા. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક