________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪
પછી પાંચમું ચૈત્યવંદન કરી કેવલજ્ઞાનારાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ” કહીને પૂર્વોક્ત પ્રમાણે કાઉસ્સગ્ન કરીને, આ પ્રમાણે સ્તુતિ બોલવી :
निर्भेदं विशदं करामलकवज्झेयं परिच्छेदकं । लोकालोकविभासकं चरमचिन्नाप्तं व्रजेत्स्वात्मतः ॥ निद्रास्वप्नसुजागरातिगदशं तुर्या दशां संगतं ।
वंदे कार्तिकपंचमीसितदिने सौभाग्यलक्ष्यास्पदम् ॥ “પાંચમું કેવલજ્ઞાન છે. તે એક જ પ્રકારનું છે. કરામલકના જેવું નિર્મળ છે. સર્વ વસ્તુનો તે વિચ્છેદ કરનાર છે. લોક તથા આલોકને પ્રકાશ કરનાર છે. જ્ઞાનવાળાના આત્મા થકી કોઈ વખત પણ પ્રાપ્ત થયા પછી જુદું પડતું જ નથી અને જે જ્ઞાન નિદ્રા, સ્વપ્ન અને જાગૃતિ એ ત્રણે દશાને ઉલ્લંઘીને ચોથી ઉજાગર દશાને પામેલું છે, એવાં સૌભાગ્યલક્ષ્મીના સ્થાનરૂપ કેવલજ્ઞાનને હું કારતક સુદ પાંચમના દિવસે વંદના કરું છું.”
ઉપરોક્ત પ્રમાણે ૬૫ માસ સુધી તપ કરીને, તેના પારણાંના દિવસે ચૈત્યનાં, જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપયોગી દરેક ઉપકરણો પાંચ પાંચ મેળવીને ઉદ્યાપન-ઉજમણું કરવું. આ પ્રમાણે આચાર્ય ભગવંતશ્રીનો ધર્મોપદેશ સાંભળીને ગુણમંજરીએ જ્ઞાનપંચમી તપની આરાધના કરવા માંડી.
વ્રત-તપની વિધિ જાણ્યા બાદ અજિતસેન રાજાએ પણ પોતાના વરદત્ત પુત્રનો કર્મોદય કહેવા વિનંતી કરી. તેનો સ્વીકાર કરીને આચાર્ય ભગવંતશ્રીએ વરદત્તનો પૂર્વભવ કહ્યો :
વરદત્તના પૂર્વભવની કથા ભરતક્ષેત્રમાં શ્રીપુર નગરમાં વસુ નામના શ્રેષ્ઠીને વસુમાર અને વસુદેવ નામે બે પુત્રો હતા. એક દિવસ તેમણે જંગલમાં એક પ્રભાવક ધર્મગુરુની ધર્મદેશના સાંભળી. તેનાથી વૈરાગ્ય પામીને બન્નેએ માતાપિતાની અનુજ્ઞા અને આશીર્વાદ મેળવીને દીક્ષા લીધી.
દીક્ષિત જીવનમાં નાના વસુદેવ મુનિએ ઉત્સાહપૂર્વક ખૂબ જ જ્ઞાનાભ્યાસ કર્યો. તે દરરોજ પાંચસો સાધુઓને વાંચના આપતા. એક દિવસ રાતે તે સંથારામાં સૂતા હતા. ત્યાં કોઈ શિષ્ય આવીને આગમના કોઈ સૂત્રનો અર્થ પૂછ્યો. તેને જવાબ આપ્યો. ત્યાં બીજા શિષ્ય આવીને બીજો પ્રશ્ન પૂછ્યો. આમ એક પછી એક ઘણા શિષ્યોએ તે રાતે તેમને પ્રશ્નો પૂછ્યા. આથી તે બરાબર શાંતિથી સૂઈ શક્યા નહિ. ત્યારે એક પળે તેમને વિચાર આવી ગયો કે “મારા મોટાભાઈ મુનિને છે કોઈ આવી ચિંતા ને ઉપાધિ? તે અત્યારે કેવી નિરાંતની ઊંઘ માણે છે. નિરાંતે તે ખાય છે અને આરામથી જીવે છે. મને પણ એવી નિરાંત અને આરામનું સુખ મળે તો ?” આવું વિચારીને તેમણે બાર દિવસનું મૌન પાળ્યું. આમ કરીને તેમણે ભારે પાપકર્મ બાંધ્યું. આ પાપની